આમચી મુંબઈમનોરંજન

‘લોરેન્સ બિશ્નોઈને મોકલું…’, બુરખો પહેરેલી મહિલાએ સલીમ ખાનને આપી ધમકી, પોલીસ દોડતી થઇ

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ સ્ક્રિન રાઈટર સલીમ ખાન(Salim Khan)ને ફરી ધમકી મળી હતી. આજે સવારે જયારે તેઓ મોર્નિંગ વોક માટે બહાર નીકળ્યા હતાં, ત્યારે સ્કૂટર પર સવાર એક શખ્સ અને બુરખો પહેરેલી એક મહિલા તેમની નજીક આવી હતી અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ(Lawrence Bisnoi)નું નામ લઈને તેને ધમકી આપી હતી.

ગઈ કાલે સવારે સલીમ ખાન એક બેંચ પર સુતા હતાં ત્યારે, બાઈક સવાર શખ્સ અને મહિલાએ કહ્યું કે, “સરખા રહો નહીંતર મારે લોરેન્સને મોકલવો જોઇશે?” સલીમ ખાન કંઈ સમજે તે પહેલા જ બંને નાસી ગયા હતા. ધમકી આપનાર મહિલા કોણ હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાના પરિવારે આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે, તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલમાં બાંદ્રા પોલીસે ધમકી આપવાનો કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, આરોપી બુરખો પહેરેલી મહિલા હજુ ફરાર છે અને બાંદ્રા પોલીસની બે ટીમો ફરાર મહિલાની શોધમાં રવાના થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીએ ફેમસ થવા માટે આ પગલું ભર્યું હતું. જોકે, આ કેસમાં પકડાયેલા આરોપીની પોલીસ પૂછપરછ કરી રહી છે.

નોંધનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં બે બાઇક સવારોએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈનું મોત કે ઈજા થઈ ન હતી. ઘટના બાદ ભાગેડુ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘટનાની જવાબદારી લીધી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button