શું બોક્સ ઓફિસ પર રિલીઝ નહીં થાય ઉદયપુર ફાઇલ્સ? સુપ્રીમ કોર્ટે 21 જુલાઈ સુધી ટાળી સુનાવણી

નવી દિલ્હીઃ વિજય રાજની ફિલ્મ ઉદયપુર ફાઇલ્સ (Udaipur Files film controversy) અત્યારે વિવાદના કારણે અટવાઈ છે. આ ફિલ્મ અંગે સુપ્રીમ કોર્ટે 21મી જુલાઈ સુધી સુનાવણી ટાળી દીધી છે. જેથી હવે 21મી જુલાઈ સુધી ઉદરપુર ફાઈલ્સ રિલીઝ થશે નહીં! આગામી સુનાવણી બાદ જે નિર્ણય લેવામાં આવશે કે, આ ફિલ્મને રિલીઝ કરવી કે નહીં? રિલીઝની તારીખ પણ અત્યારે નક્કી થઈ શકી નથી.
આ કેસમાં આરોપીઓનો પક્ષ પણ સાંભળવા આવેઃ સુપ્રીમ કોર્ટ
મહત્વની વાત એ છે કે, ઉદયપુર ફાઇલ્સ મામલે આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણય ના આવે ત્યા સુધી ફિલ્મ નિર્મતાઓને રાહ જોવા માટે આદેશ કર્યો છે. આ સાથે કોર્ટે આ ફિલ્મના વિરોધમાં કેન્દ્રની જે સમિતિ તપાસ કરી રહી છે. તેને પણ સત્વરે નિર્ણય લેવા માટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કન્હૈયા લાલ હત્યા કેસમાં આરોપીઓનો પક્ષ સાંભળવા માટે કેન્દ્રીય સમિતિને પણ કહ્યું છે. પેનલની બેઠક આજે બપોરે 2:30 વાગ્યે મળવાની છે. જ્યારે આગામી સુનાવણી આગામી 21મી જુલાઈએ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.
કેન્દ્ર સમક્ષ પોતાના મુદ્દા મૂકવા અને રાહ જોવા કોર્ડનો આદેશ
સુપ્રીમ કોર્ટે અત્યારે આ કેસમાં ચુકાદો આપવાની ના પાડી છે. પહેલા કેન્દ્ર સરકારના વિચાર અંગે રાહ જોવામાં આવશે કે, સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, કોર્ટે અત્યારે રિલીઝ પરનો પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ અરજદારોને સલાહ આપી હતી કે તેઓ પહેલા કેન્દ્ર સમક્ષ પોતાના મુદ્દા મૂકે અને પછી રાહ જુએ. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે ફિલ્મ નિર્માતાઓને કહ્યું કે, કન્હૈયા લાલ દરજી હત્યા કેસના આરોપીઓને ફિલ્મની રિલીઝ પર પ્રતિષ્ઠાને થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાતી નથી, પરંતુ ફિલ્મ નિર્માતાઓને આર્થિક રીતે વળતર મળી શકે છે’ જો ફિલ્મ રિલીઝ થશે તો બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે તે પછીની વાત છે! પહેલા ફિલ્મ રિલીઝ થશે કે નહીં તે એક પ્રશ્ન બની ગયો છે.
અમારી પાસે સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર છેઃ ફિલ્મ નિર્માતા
મહત્વની વાત એ છે કે, આ કેસમાં ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે, તેમની પાસે સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર છે. જેથી હાઈ કોર્ટે આ ફિલ્મને રિલીઝ કરવા બાબતે હસ્તક્ષેપ ના કરવો જોઈએ. આ સાથે એવું પણ કહ્યું કે, આ ફિલ્મનું પહેલા નામ અલગ હતું. જે બદલીને હવે ઉદયપુર ફાઇલ્સ રાખવામાં આવ્યું છે. જ્યારે એક વરિષ્ઠ વકીલનું કહેવું એવું છે કે, આ ફિલ્મ એક ચોક્કસ સમુદાયના લોકોની વિરૂદ્ધ નફરત ફેલાવે છે, જેથી આ ફિલ્મને કોઈ પણ ભોગે રિલીઝ ના કરવામાં આવે! પરંતુ શું કોર્ટ આ વકીલની દલીલને માન્ય રાખશે? જે બાબતે હવે 21મી જુલાઈએ સુનાવણી બાદ જે ચુકાદો આવશે ત્યારે જાણવા મળશે.
આ પણ વાંચો…‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના વિવાદ મુદ્દે સમાજવાદી પાર્ટીએ પ્રતિબંધ મૂકવાની માગણી કરી…