TMKOCમાં પાછું ફરશે આ પાત્ર? એક્ટ્રેસે કર્યો આવો ખુલાસો…
Taarak Mehta Ka Ooltah Chashmah (TMKOC)ઘરે ઘરે લોકપ્રિય થયેલી ટીવી સિરીયલ છે. 15-15 વર્ષ થઈ ગયા હોવા છતાં આજે પણ દર્શકોમાં આ સિરીયલને લઈને એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ટીવી સિરીયલમાં જોવા મળતાં દરેક પાત્રનું એક આગવું મહત્ત્વ છે અને તે દર્શકોના દિલ પર રાજ કરે છે. હવે આ શોના જ એક મહત્ત્વના પાત્ર વિશે ઈમ્પોર્ટન્ટ માહિતી સામે આવી રહી છે, આવો જોઈએ કોણ છે આ પાત્ર…
મળી રહેલી માહિતી પ્રમાણે આ સિરીયલમાં આત્મારામ તુકારામ ભીડેની દીકરી સોનુનો રોલ કરનાર ઝીલ મહેતા ફરી શોમાં એન્ટ્રી લેશે. ઝીલ મહેતાએ આ સિરિયલમાં તે સોનાલિકા ભીડે (છોટી સોનુ)ના રોલમાં જોવા મળી હતી અને તાજેતરમાં જ એવા રિપોર્ટ્સ આવી રહ્યા હતા તે ઝીલ શોમાં ફરી કમબેક કરી શકે છે પરંતુ ઝીલ મહેતાએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઝીલ મહેતાએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે.
ઝીલે તેના વ્લોગમાં આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે મને વારંવાર પૂછવામાં આવે છે કે શું હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછી ફરીશ. પરંતુ હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે હું આ શોમાં પાછી નથી ફરવાની. બાળપણમાં ટીવી પર કામ કર્યું હતું અને આ શોના માધ્યમથી જ મેં ટીવી પર કામ કરવાનું મારું સપનું પણ પૂરું કર્યું હતું. ત્યાર બાદ મેં મારા શિક્ષણ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હવે હું બિઝનેસ કરી રહી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝિલ મહેતા લાંબા સમયથી શોમાં જોવા મળી હતી. તે છોટી સોનુના રોલમાં હતી. ટપુ સાથેની તેનું બોન્ડિંગ પણ દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી.