મનોરંજન

16 વર્ષ બાદ સાથે આવશે શાહિદ અને કરીના? ‘જબ વી મેટ’ની સિક્વલનો સોશિયલ મીડિયા પર ગણગણાટ

2007માં આવેલી રોમેન્ટિક કોમેડી ‘જબ વી મેટ’ને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મના પાત્રો લોકોને આજે પણ યાદ છે. જો કે હાલ સોશિયલ મીડિયામાં આ ફિલ્મની જોરશોરથી ચર્ચા થઇ રહી છે. એક મીડિયા અહેવાલ મુજબ, જબ વી મેટ-2નું નિર્માણ કાર્ય હાલમાં શરૂઆતના તબક્કામાં છે. ફિલ્મ નિર્માણ કંપની અષ્ટવિનાયકના માલિક રાજ મહેતા આ ફિલ્મનું નિર્માણ ગાંધાર ફિલ્મ્સના બેનર હેઠળ કરશે. જબ વી મેટના પહેલા ભાગની જેમ જ બીજા ભાગનું દિગ્દર્શન પણ ઇમ્તિયાઝ જ કરશે.

હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ચાહકો એ વાતનો અંદાજો લગાવી રહ્યા છે કે જો શાહિદ-કરીનાની જોડી ફરીવાર સિક્વલમાં દેખાય તો ફિલ્મમાં આદિત્ય અને ગીતની તેમની ભૂમિકાને તેઓ નેક્સ્ટ લેવલ પર લઇ જશે. આ વર્ષની શરૂઆતમાં ‘જબ વી મેટ’ને થિયેટરોમાં રિ-રિલીઝ કરવામાં આવી હતી.

ઉપરાંત શાહિદ કપૂરે પણ એક ઇન્ટરવ્યુમાં સિક્વલની શક્યતા વિશે ચર્ચા કરી હતી. અભિનેતાએ કહ્યું હતું કે સ્ક્રિપ્ટની ગુણવત્તા જો સારી હોય તો હું જરૂર તેની સિક્વલ કરીશ. સ્ક્રિપ્ટની ગુણવત્તા પર આધારિત છે. પરંતુ જો સ્ક્રિપ્ટ સારી ન હોય અને ઓરિજીનલ ફિલ્મની બ્રાન્ડ વેલ્યુનો ફાયદો જ ઉઠાવવાનો હોય તો હું તેવું નહિ કરું.

શાહિદે ‘ગીત’ની ભૂમિકાના વખાણ કરતા જણાવ્યું હતું કે ‘હું મારા રોલ પર તો ટિપ્પણી નહી કરું પરંતુ ગીતની ભૂમિકા માટે મને શંકા છે કે અન્ય કોઇ અભિનેત્રી તેને એ પ્રકારે ન્યાય આપી શકત.’ જો ખરેખર અટકળો સાચી ઠરે તો શાહિદ અને કરીનાને 16 વર્ષ બાાદ રૂપેરી પડદે એકસાથે જોવાનું અનેક ચાહકોને ગમશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પ્રિયંકા ચોપરાથી લઇને શાહરૂખ સુધીના બધા બોલિવૂડ સ્ટાર્સ પહેરે છે કરોડોની કિંમતના લક્ઝરી વોચીઝ પ્રિયંકાની માલતીથી આલિયાની રાહા સહિત ક્યુટ અને અડોરેબલ છે આ સ્ટાર ડોટર્સ ચુલા પર રોટલી સેકતો જોવા મળ્યો સ્પાઇડર મેન Virat Kohliના આ ડિફરન્ટ ડિફરન્ટ લૂક જોયા કે? છઠ્ઠો લૂક જોઈને તો ફીદા થઈ જશો તમે…