હું Amitabh Bachchanની જેમ મારા માન-સન્માન સાથે બાંધછોડ નહીં કરું… જાણો કોણે કહ્યું આવ્યું?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કલાકારોની વાત થાય અને બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રાજેશ ખન્ના (Rajesh Khanna)નું નામ ના આવે તો કેમ ચાલે? બંને પોતાના સમયના ટોચના કલાકાર પણ તેમ છતાં એકબીજાની સાથે નહીં પણ સામ-સામે…
જી હા, અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકબીજાના કટ્ટર પ્રતિદ્વંદી ગણાતા હતા. વાત 70ના દાયકાની છે અને આ એ જ સમય હતો કે જ્યારે બિગ બીનું સ્ટારડમ ચઢી રહ્યું હતું અને કાકા રાજેશ ખન્નાના કરિયરનો સૂર્યોદય થઈ રહ્યો હતો. આવા સમયે રાજેશ ખન્ના અમિતાભ બચ્ચનથી ખૂબ જ કતરાતા હતા અને તેમણે એમના માટે એવી વાત કહી હતી કે જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ છે અને એના વિશે જ આપણે અહીં વાત કરવાના છીએ.
આ પણ વાંચો : મુંબઈમાં ઘર નથી મળી રહ્યું આ Actressને, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રડ્યા રોદણા…
રાજેશ ખન્નાએ પોતાનું સ્ટારડમ જાળવી રાખવાનો પૂરતો પ્રયાસ કર્યો પરંતુ 1980માં બોલીવૂડને અને દર્શકોને એમનો નવો સુપરસ્ટાર એંગ્રી યંગ મેન અમિતાભ બચ્ચન મળી ચૂક્યા હતા. આ જ દરમિયાન અમિતાભ બચ્ચનની ફિલ્મ લાવારિસ આવી હતી અને એનું ગીત મેરે અંગને મેં… દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. પરંતુ રાજેશ ખન્નાને આ ગીત ખાસ કંઈ પસંદ નહીં આવ્યું અને તેમણે એને લઈને જ કમેન્ટ કરી હતી. વાત જાણે એમ છે કે આ ગીતમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ સાડી પહેરી હતી.
રાજેશ ખન્ના (Rajesh Khanna) પર લખાયેલા એક પુસ્તકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ સમયે રાજેશ ખન્નાએ અમિતાભ બચ્ચનને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજેશ ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું મારા સન્માન સાથે જરા પણ સમાધાન નહીં કરું. પૈસા અને અને પ્રસંશા માટે સાડી પહેરીને મેરે અંગને મેં જેવું કામ નહીં કરું.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકાશ મહેરા ડિરેક્શનમાં બનાવવામાં આવેલી લાવારિસ 1981ની સૌથી સુપરહિટ ફિલ્મ હતી અને એ જ વર્ષે અમિતાભ બચ્ચનની કાલિયા, યારાના અને નસીબ જેવી ફિલ્મો પણ સુપરહિટ રહી હતી.