કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચે ગેરસમજણ કેમ દૂર થઈ?

મુંબઈ: બોલિવૂડમાં 2021માં કાર્તિક આર્યન અને નિર્માતા કરણ જોહર વચ્ચેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેના કારણે કાર્તિકને ‘દોસ્તાના 2’માંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે હવે, ચાર વર્ષ બાદ બંને મનદુ:ખ ભૂલીને નવી રોમેન્ટિક કોમેડી ‘તું મેરી, મેં તેરા, મેં તેરા તું મેરી’ ફિલ્મ માટે હાથ મિલાવ્યો છે. આ સમાધાને ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે.
કરણ જોહરે આ મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે જુની વાતોને ભૂલીને અમે સ્પષ્ટ પણ એક બીજા સાથે વાતચીત કહી હતી. કાર્તિક ખૂબ મહેનતુ કલાકાર છે. અત્યારના સમયમાં તેની ફેન ફોલોઈંગ પણ સારી છે. કર્તિકની સમજણના વખણ કરતા કરણ જોહરે કહ્યું કે તે સ્ક્રિપ્ટની ઊંડી સમજણ પણ ધરાવે છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે અનન્યા પાંડે છે, જેનું દિગ્દર્શન સમીર વિદ્વાંસ કરી રહ્યા છે. ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થશે.
મનદુ:ખનું કારણ
2019માં ધર્મા પ્રોડક્શન્સે ‘દોસ્તાના 2’ની જાહેરાત કાર્તિક અને જ્હાન્વી કપૂર સાથે કરી હતી. કોવિડ-19ને કારણે શૂટિંગ રોકાય ગયું હતું, જે બાદ શૂટિંગ ફરી શરૂ થતા કાર્તિક આર્યનને આ ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે મનદુ:ખ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતુ. જો કે આ મામલે કોઈએ સ્પષ્ટ નિવેદન આપ્યું નહોતું. કરણે બોલિવૂડને નાનું વર્તુળ ગણાવી, જ્યાં સારી ફિલ્મો બનાવવી મહત્વનું છે. જણાવી દઈએ કે કાર્તિક આ ફિલ્મ ઉપરાંત ‘નાગજીલા’ માં જોવા મળવનો છે, જે 14 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થશે.