મનોરંજન

મનોજ કુમારના નિધન પર કેમ ટ્રોલ થયા Amitabh Bachchan?

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષે પણ એકદમ એક્ટિવ છે પછી એ ફિલ્મોમાં કામ કરવાની વાત હોય કે સોશિયલ મીડિયા પર ડે ટુ ડે લાઈફના અપડેટ આપવાની વાત હોય. પરંતુ હાલમાં જ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધન પર પોસ્ટ ન કરવાને કારણે બિગ બી ટ્રોલર્સ નિશાના પર આવી હતા. આવો જોઈએ શું છે આખી સ્ટોરી-

વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બી-ટાઉનના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધન બાદ જ્યાં સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. પરંતુ બિગ બીએ મનોજ કુમાર માટે એતક પણ પોસ્ટ કરી નહોતી. જેને કારણે નેટિઝન્સે તેમને આડે હાથ લઈ લીધા હતા. ફેન્સને એવું હતું કે બિગ બી મોડી રાતે તો મોડી રાતે પણ મનોજ કુમાર માટે પોસ્ટ કરશે, પણ એવું કંઈ થયું નહીં જેને કારણે યુઝર્સ તેમને સવાલ પૂછી રહ્યા છે.

આ પણ વાંચો: મનોજ કુમારના નિધનથી આ અભિનેત્રી વ્યથિત થઈ કે આ રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો શું કહ્યું?

https://twitter.com/SrBachchan/status/1908229572673302844

બિગ બીએ શુક્રવારે મોડી રાતે દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સની જિત પર ખુશી વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી પણ બિગ બીએ મનોજ કુમાર માટે કોઈ પોસ્ટ કરી નહોતી. જેને કારણે યુઝર્સ બિગ બીને સવાલ કરી રહ્યા છે કે તેમણે મનોજ કુમાર માટે કેમ એક પણ પોસ્ટ ના કરી.

આ પણ વાંચો: સૂટબૂટમાં આવેલી રેખાને એકીટશે જોતા રહ્યા અમિતાભ બચ્ચન, જયા બચ્ચને આપ્યું આવું રિએક્શન…

અમિતાભ બચ્ચને મોડી રાતે દીકરા અભિષેક બચ્ચનની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સની જિત પર શુભેચ્છા આપતી પોસ્ટ કરી હતી. જેને કારણે યુઝર્સ બિગ બીને સવાલો કરી રહ્યા છે. યુઝર્સે બિગ બીની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મેગા સ્ટાર મનોજ કુમારને તમે શ્રદ્ધાંજલિ કેમ ના આપી? બીજા એક યુઝરે લખ્યું કે મનોજ કુમાર માટે એક પોસ્ટ ના કરી શક્યા?
આ પહેલાં પણ બિગ બીએ જિયો નેટવર્કની ફરિયાદ કરવા માટે મોડી રાતે એક પોસ્ટ કરી હતી. આ સિવાય તેમણે અભિષેક બચ્ચનની નવી હેયર સ્ટાઈલ માટે પણ બિગ બીએ ટ્વીટ કરી હતી. આ જોઈને ફેન્સ બિગ બીને ટ્રોલ કરી રહ્યા છે. લોકો બિગ બીને જાત જાતના સવાલ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાતે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું હતું અને તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. આજે અભિનેતાના પાર્થિવ શરીર પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેમની અંતિમયાત્રામાં અનેક સેલિબ્રિટીઓ તેમને વિદાય આપવા પહોંચ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button