મનોરંજન

બોલો! સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ દીકરી સિતારાને સ્કૂલે નથી જવા દેતા

દરેક બાપ ઈચ્છે કે તેનું સંતાન ભણે. ફિલ્મ સ્ટાર હોય તો ખાસ પોતાના સંતાનને સારમાં સારી સ્કૂલમાં શિક્ષણ અપાવે. હવે સાઉથ સુપરસ્ટાર મહેશબાબુનેતો પૈસાની શું કમી એટલે સ્વાભાવિક રીતે તેના સંતાનો શ્રેષ્ઠ સ્કૂલમાં જ ભણતા હશે, પણ સમસ્યા એ છે કે મહેશબાબુ પોતાની દીકરીને સ્કૂલે જવા નથી દેતા. તો જાણવું તો પડશે ને કે તે દીકરીઓના શિક્ષણનો વિરોધ કરે છે કે પછી દીકરીને ઘરે જ ભણાવવામાં માને છે કે પછી બીજું કોઈ કારણ છે.

મહેશબાબુના લગ્ન હિન્દી ફિલ્મોની હીરોઈન નમ્રતા શિરોડકર સાથે થયા છે. આ બ્યુટીફુલ કપલને બે સંતાન છે જેમાં તેમની દીકરી સિતારા ઘટ્ટમેનાની તો સુંદરતામાં સાઉથની ટોપ હીરોઈનોને પણ પાછળ મૂકી દે તેમ છે. સિતારા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે ટાઈમ્સ સ્કાય બિલબૉર્ડ પર પણ જોવા મળી હતી.

આ પણ વાંચો: Maheshbabuના જન્મદિવસે પત્ની સિવાય આ કઈ હુરપરીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

સિતારાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેનાં પિતા મહેશબાબુ તેને સ્કૂલ બંક કરાવે છે. આનું કારણ આપતા તેણે જણાવ્યું કે મારા પિતા જ્યારે ઘરે હોય, તેમણે શૂટિંગ કે બીજા કામ પર ન જવાનું હોય ત્યારે તે મારી સાથે સમય વિતાવવા માગતા હોય છે, મસ્તી કરવા માગતા હોય છે. તેણે એમ પણ કહ્યું કે તે ગમે તે રીતે મમ્મીને મનાવી લે છે અને મને સ્કૂલે જવા દેતા નથી. મેં મોટાભાગે સ્કૂલ તેમના લીધે જ બંક કરી હોય છે.

સિતારા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પિતાની બધી ફિલ્મો જૂએ છે અને તે જ તેનાં હીરો છે તેમ કહેતી જોવા મળે છે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…