શ્રદ્ધા કપૂરે ફેન્સને શા માટે કહ્યું કે તમારે દંડ ભરવો પડશે
બોલીવૂડની સ્ટાર શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ બૉયફેન્ડ રાહુલ મોદી સાથેનો ફોટો પોસ્ટ કરી તેણે સનસનાટી ફેલાવી હતી. હવે શ્રદ્ધાએ તેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની મસ્ત તસવીરો વાયરલ કરી છે. ફેન્સ તેની ખુબસુરતી પર ફીદા થઈ ગયા છે. તો અમુકે કૉમેન્ટ્સ કરી છે અને શ્રદ્ધાએ જવાબ પણ આપ્યા છે.
આ પણ વાંચો: ‘તુ જુઠ્ઠી મૈં મક્કાર’ ફિલ્મના રાઈટર સાથે શ્રદ્ધા કપૂરનું અફેર કન્ફર્મ પણ
શ્રદ્ધા કપૂર બોલિવૂડની (bollywood breaking) સુંદર અને બબલી અભિનેત્રીઓમાંની એક છે. આશિકી 2, સાહો, એક વિલન, છિછોરે અને બાગી જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળેલી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ડેટિંગ લાઇફને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, સ્ત્રી 2 અભિનેત્રીએ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી (Rahul Modi) સાથે એક તસવીર શેર કરી છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચામાં છે. હવે આ બધાની વચ્ચે શ્રદ્ધા કપૂરે તેની કેટલીક સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેના પછી એક ફેને તેને પ્રપોઝ કર્યું છે.
સુંદર તસવીરો શેર કરતી વખતે શ્રદ્ધા કપૂરે લખ્યું, ‘વરસાદ કોને ગમે છે?’ તસ્વીર પોસ્ટ કરતાની સાથે જ ચાહકોએ કોમેન્ટ વિભાગમાં રમુજી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું અને તેમાંથી કેટલાક યુઝર્સ એવા પણ હતા જેમને અભિનેત્રી તરફથી જવાબ મળ્યો. શ્રદ્ધા કપૂરને અલગ રીતે પ્રપોઝ કરતી વખતે એક ચાહકે લખ્યું, ‘ઈશુ પાણીને વાઈનમાં બદલી શકે છે. હું તમને મારા વાઇનમાં બદલવા માંગુ છું. શ્રદ્ધાએ તેની મજાકિયા શૈલીમાં જવાબ આપ્યો, આ લાઇન માટે તમારે દંડ ભરવો પડશે. બીજાએ ટિપ્પણી કરી, તુમ્હે દેખા તો યે જાના સનમ. જેના પર શ્રદ્ધાએ પોતાની ફની સ્ટાઇલમાં જવાબ આપ્યો, પ્યાર હોતા હૈ દીવાના સનમ.
આ પણ વાંચો: શ્રદ્ધા કપૂરે ગોવામાં વેકેશનની મોજ કરી પણ આ શું લખ્યું?
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ગુરુવારે પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી એકવાર તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે. શ્રદ્ધા કપૂર ફ્લોરલ પ્રિન્ટ કોર્ડ સેટમાં આ નવા ચિત્રોમાં ખૂબસૂરત દેખાઈ રહી છે. જે તેણે હોલ્ટર-નેક બ્રેલેટ સાથે પહેરી હતી. તેણે નો-મેકઅપ લુક અને પિંક લિપ કલર અને વેવી હેર સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો.
શ્રદ્ધાની ફિલ્મ સ્ત્રી-2 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે.