મનોરંજન

સલમાન ખાનની સિકંદરની રિલિઝને માત્ર આઠ દિવસ બાકી, પણ કેમ નથી થતું પ્રમોશન…

ભાઈજાન તરીકે જાણીતા બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિકંદર 30મી માર્ચે થિયેટર્સમાં આવી રહી છે. સલમાન ખાનની ફિલ્મનો ક્રેઝ ફેન્સને છે અને ઘણા સમય બાદ સલમાનની ફિલ્મ આવી રહી હોવાથી એડવાન્સ બુકિંગ રેકોર્ડ બ્રેક થશે તેવું અત્યારથી ફિલ્મી પંડિતો ભાખી રહ્યા છે.

આ પણ વાંચો…રજાનો દિવસ કઈ રીતે પસાર કરે છે Mukesh Ambani, Nita Ambani?

જોકે આજકાલ ફિલ્મ પહેલા જબરજસ્ત માર્કેટિંગ થાય છે અને પ્રમોશનના નામે સિતારાઓ તમારા ઘર સુધી આવવા પણ તૈયાર થઈ જાય છે, પરંતુ સિંકદરનું ખાસ કોઈ પ્રમોશન થઈ રહ્યું નથી. તેવામાં માહિતી મળી છે કે ફિલ્મનો ટ્રેલર લૉંચ માટે ગ્રાન્ડ શૉ રાખવામાં આવ્યો હતો અને લગભગ 30,000 લોકોને બોલાવવાનો પ્લાન હતો જે હવે મેકર્સે પડતો મૂક્યો છે. હવે માત્ર એક સ્ટૂડિયોમાં જઈને જ ટ્રેલર લૉંચ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. આ બધા પાછળનું એક જ કારણ છે અને તે છે સલમાન ખાન.

થોડા સમય પહેલા સલમાન ખાનને બિશ્ર્નોઈ ગેંગ તરફથી ધમકી મળી હતી અને સલમાનના મિત્ર અને રાજકારણી બાબા સિદ્દિકીની હત્યા થઈ હતી. ત્યારૂબાદ સલમાન ખાનની સુરક્ષાનો મુદ્દો ગંભીર બની ગયો છે. શૂટિંગ દરમિયાન પણ સલમાનની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું ત્યારે હવે પ્રમોશન પણ એટલા માટે જ ઓછું થી રહ્યું હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. સલમાન માત્ર એકાદ બે ટીવી શોમાં બાગ લેશે તેવી માહિતી મળી છે.

આ પણ વાંચો…Sunny Leoneનો આ મ્યુઝિક વીડિયો જોયો કે? ભોજપૂરી સિંગર સાથે…

જોકે સોશિયલ મીડિયા પર ફિલ્મના ગીતો અને ટીઝર ભારે વાયરલ થઈ રહ્યા છે અને ઈદ અને ત્યારબાદની રજાઓમાં સિંકદર થિયેટરોમાં ધૂમ મચાવશે તેમ માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button