મનોરંજન

રશ્મિકા મંદાનાને આ અભિનેતાની શા માટે કરી પ્રશંસા, પોસ્ટ વાઈરલ

મુંબઈઃ પુષ્પા ફેમ રશ્મિકા મંદાના હંમેશાં ચર્ચામાં રહે છે, જેમાં તેની આગામી ફિલ્મને લઈ ચર્ચામાં રહે એ સ્વાભાવિક છે. રશ્મિકા મંદાના અને વિક્કી કૌશલ આગામી ફિલ્મ ‘છાવા’માં સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી નેશનલ ક્રશ રશ્મિકાએ વિક્કી કૌશલ અને અન્ય ક્રૂ, કલાકારો માટે એક લાંબો લચક મેસેજ લખ્યો હતો. રશ્મિકાના મેસેજ અંગે વિક્કી કૌશલે પણ પ્રતિક્રિયા આપી હતી. આ મેસેજ પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો.

રશ્મિકા મંદાના અને વિક્કી કૌશલ એક્શન ફિલ્મ છાવામાં એકસાથે કામ કરે છે, જેમાં તાજેતરમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ શૂટિંગ પૂરું થયા પછી રશ્મિકાએ સોશિયલ મીડિયા પર આખી ટીમની પ્રશંસા કરતી એક પોસ્ટ સ્ટોરીમાં મૂકી હતી. ટીમનો આભાર વ્યક્ત કરતા રશ્મિકાએ વિક્કી કૌશલની પ્રશંસા કરી હતી, જ્યારે મિસ્ટર વિક્કી કૌશલે પણ તેને પ્રેરણામૂર્તિ ગણાવી હતી.

ફિલ્મ છાવાનું શૂટિંગ પૂરું કર્યા પછી ક્રૂ મેમ્બર અને વિક્કી કૌશલનો આભાર વ્યક્ત કરતા લાંબી પોસ્ટ લખી હતી, જેને વિક્કી કૌશલે ફરી પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે સેટ કઈ રીતે તેની ગેરહાજરી અનુભવે છે. રશ્મિકા મંદાએ લખ્યું હતું કે ફિલ્મના શૂટિંગનો છેલ્લો દિવસ અને વિક્કી કૌશલ તેની સાથે કઈ રીતે દયાળુ રહ્યો હતો. રશ્મિકાએ લખ્યું હતું કે તમારી સાથે કામ કરવાનો વિશેષ આનંદ થયો હતો. વાસ્તવમાં તમે એક રત્ન છો અને મારી માતાએ પણ તમારા માટે અઢળક શુભેચ્છાઓ આપી હતી.

રશ્મિકાની પોસ્ટનો જવાબ આપતા વિક્કી કૌશલે લખ્યું હતું કે રશ્મિકા મંદાના, નીના યેન્નને ઉલિયા. સમગ્ર સેટ તારી ગેરહાજરીને મિસ કરે છે. યેસુબાઈ બનવા માટે તારો ખૂબ આભાર અને મારા તરફથી તારી મમ્મીનો પણ આભાર માનજે. રહી વાત ફિલ્મ ‘છાવા’ની તો ફિલ્મ નિર્માતા લક્ષ્મણ ઉતેકરે આ ફિલ્મ બનાવી છે. કૃતિ સેનના અભિનયવાળી મિમી, લુકા છુપી અને અન્ય ફિલ્મો માટે તેમને ઓળખવામાં આવે છે. એક્શન ફિલ્મ છાવામાં રશ્મિકા, વિક્કી કૌશલ જોવા મળશે.


મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા દીકરા છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં વિક્કી કૌશલ જોવા મળશે, જ્યારે આ ફિલ્મ સંભાજી મહારાજની બહાદુરી, બલિદાન અને યુદ્ધ વખતની રણનીતિ આધારિત હશે. આ ફિલ્મમાં તેમની અને તેમની પત્ની વચ્ચેની લવસ્ટોરીને પણ વણી લેવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button