આંખ મારીને નેશનલ ક્રશ બનનારી પ્રિયા પ્રકાશને આ રીતે જોઈ ફેન્સ શૉક્ડ | મુંબઈ સમાચાર
મનોરંજન

આંખ મારીને નેશનલ ક્રશ બનનારી પ્રિયા પ્રકાશને આ રીતે જોઈ ફેન્સ શૉક્ડ

પ્રિયા પ્રકાશ વારિયરનું નામ સાંભળીને પણ દિલ ધકધક કરતું હોય તેવા તેના ફેન્સના હૃદયના ધબકારા હાલમાં બીજા એક કારણે વધ્યા છે. સ્કૂલ ડ્રેસમાં બેંચ પર બેઠેલી સાદી સીધી છોકરી તરીકે ક્લાસરૂમમાં જ એક છોકરાને આંખ મારી તેને ઘાયલ કરનારી અને તેની સાથે આખા દેશને ઘાયલ કરી નેશનલ ક્રશ બની ગયેલી પ્રિયા પ્રકાશ વારિયરને તાજેતરમાં જ્યારે તેમના ફેન્સએ જોઈ ત્યારે તેમને તેમની આંખો પર વિશ્વાસ ન આવ્યો.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાનવી કપૂરની ફિલ્મ પરમ સુંદરી જેમણે જોઈ છે તેમને વિશ્વાસ નથી આવતો એક સાદાસીધા ક્રાઉડ સિનમાં પ્રિયા પ્રકાશ વારિયર જૂનિયર આર્ટિસ્ટની જેમ માત્ર ચાલતી નજર આવે છે. વર્ષ 2018માં પ્રિયા ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી સાબિત થઈ હતી. એક સમેય પ્રિયાનો માત્ર આંખ મારતો વીડિયો સન્ની લિયોનના વીડિયો કરતા વધુ જોવાયો હતો.

પરમસુંદરીના આ સિને દર્શકોને હેરાન કરી નાખ્યા છે. વિંક ગર્લ તરીકે જાણીતી થયેલી Priya Prakash Varrier બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહી છે. એકસ્ટ્રા આર્ટિસ્ટ તરીકે તેણે આ રીતે દેખાવાની જરૂર શું પડે તે દર્શકોને સમજાતું નથી. તેને આ રીતે જોઈ ફરી સાઉથના સ્ટારને બોલીવૂડ બરાબર ટ્રીટ કરતું નથી તે ચર્ચા થઈ રહી છે. કમલ હાસન હોય કે રજ્નીકાંત કે પછી જૂનિયર એનટીઆર, હિન્દી ફિલ્મોમાં તેમને સારો રોલ મળતો નથી અને યોગ્ય રીતે ટ્રિટ કરવામાં આવતા નથી, તેવી ફરિયાદો સાઉથ એક્ટર્સ કરી રહ્યા છે.

તો બીજી બાજુ ફિલ્મજગતમાં રાતોરાત મળી ગયેલી નામના કેટલી નાજૂક કે ક્ષણિક હોય છે તેના પર પણ નેટિઝન્સ વાત કરી રહ્યા છે. વિંક સિન વાયરલ થયા બાદ પ્રિયાએ તમિળ કે તેલુગુ ફિલ્મમાં કામ કરવાનું પસંદ ન કરતા સીધી હિન્દી ફિલ્મોમાં આવી. તે યારીયાંમાં દેખાઈ હતી અને ગૂડ, બેડ અગ્લીમાં દેખાઈ હતી.

પરમ સુંદરીમાં આ રીતે દેખાવાનું એક કારણ એ હોઈ શકે કે આ ફિલ્મ કેરળમાં શૂટ થઈ છે. ફિલ્મમાં હિરોઈન જ્હાનવીને કેરળની છોકરી બતાવવામાં આવી છે, આથી સિન્સમાં કેરળનું ક્રાઉડ લીધું હોય, પ્રિયાએ આ રીતે કામ કરવું પડે તે લોકોને માનવામા આવતું નથી. એક યુઝરે તો એમ લખ્યું છે કે હિન્દી ફિલ્મોવાળા આમ કઈ રીતે કરી શકે. જ્હાનવીને બદલે તેમણે પ્રિયાને હીરોઈન તરીકે લેવાની હતી.

વાત કરીએ પરમ સુંદરીની તો ફિલ્મ ઠીકઠાક જ કમાણી કરી શકી છે. આવતીકાલથી નવી ફિલ્મો રિલિઝ થયા બાદ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કંઈ કમાલ બતાવી શકશે તેમ લાગતું નથી. છતાં આ ફિલ્મ જ્હાનવી માટે મહત્વની સાબિત થઈ છે. નેપોકિડ તરીકે તેની ટીકા થઈ છે ત્યારે આ ફિલ્મે તેને એક એકટર તરીકે એસ્ટાબ્લિશ કરી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button