પૈસા આપો અને નેશનલ ફિલ્મ અવોર્ડ લઈ જાઓ! : આ મહાન કલાકારને મળી હતી આવી ઓફર | મુંબઈ સમાચાર

પૈસા આપો અને નેશનલ ફિલ્મ અવોર્ડ લઈ જાઓ! : આ મહાન કલાકારને મળી હતી આવી ઓફર

લગભગ 30 વર્ષ બાદ કિંગ ખાન તરીક જાણીતા શાહરૂખ ખાનને જવાન ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો. આ જ રીતે રાણી મુખરજીને પણ એવોર્ડ એનાયત કરાયો. આ બન્નેને એવોર્ડ મળશે તેવું લગભગ કોઈએ વિચાર્યું ન હતું, પણ બોલીવૂડના એવા ઘણા ધુરંધરો છે, જેમણે હિન્દી ફિલ્મજગતને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી, પરંતુ તેમને ક્યારેય નેશનલ એવોર઼્ડ મળ્યો નથી. આમાનું એક નામ છે કિશોર કુમાર. બેનમૂન અવાજ, મધુર સંગીત અને નિરાળી એક્ટિંગ કરી કિશોર કુમારે દરેક ભારતીય સિનેમારસિકના હૃદયમાં સ્થાન મેળવ્યું છે, પરંતુ તેમના ઘરમાં નેશનલ અવોર્ડની ટ્રોફીનું સ્થાન ખાલી જ રહ્યું.

નેશનલ અવોર્ડ ન મળ્યો હોય તેવા ઘણા ફિલ્મી કલાકારો છે, પરંતુ કિશોર કુમારને યાદ કરવાનું કારણ તેમનો દીકરો અમિત કુમાર છે

આ પણ વાંચો: હજુ કિશોર કુમારને પદ્મ પુરસ્કાર મળ્યો નથીઃ સોનુ નિગમે વીડિયો પોસ્ટ કરીને શું કહ્યું?

અમિત કુમાર અને કિશોર કુમારની એક ક્લાસિક ફિલ્મ છે દૂર ગગન કી છાંવ મે. આ ફિલ્મની તેલુગુ, મલિયાલમ રિમેક પણ થઈ છે. આ ફિલ્મ સંબંધી એક વાત અમિત કુમારે એક ઈન્ટરવ્યુમાં કહી હતી.

અમિત કુમારે એવો દાવો કર્યો હતો કે પિતાની ફિલ્મ દૂર ગગન કી છાંવ મે ફિલ્મને નેશનલ એવોર્ડ મળવાનું લગભગ નક્કી હતી, તેવામાં જ કેન્દ્રીય મંત્રાલયથી એક ફોન કિશોરકુમારને આવ્યો હતો અને નેશનલ અવોર્ડ માટે લાંચ આપવાનું કહેવામાં આવ્યું હતું, એટલે કે અવોર્ડ ખરિદવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રણબીર કપૂર બાદ આ અભિનેતાને થઈ કિશોર કુમારની બાયોપિક, નામ સાંભળીને…

અમિતે જણાવ્યું હતું કે નેશનલ અવોર્ડ માટે હકીકત, દોસ્તી અને દૂર ગગન કી છાંવ મેનું નામ ચાલતું હતું. આ સમય દરમિયાન કિશોર કુમારને સરકારી કચેરીમાંથી ફોન આવ્યો હતો કે તમારી ફિલ્મને નોમિનેટ કરી છે, જો તમે કંઈક આપો તો તેને નેશનલ ફિલ્મ અવોર્ડ મળશે. કિશોર કુમારે પોતાની સ્ટાઈલમાં તેને કહ્યું હતું કે તુમ મેરી જાન કે પીછે ક્યું પડે હો, મેરી ફિલ્મ તો સુપરહીટ હૈ. જોકે અમિત કુમારના આ દાવાઓની સાબિત માટે હવે તો કોઈ અધિકારી ત્યાં હશે નહીં, પરંતુ ઘણીવાર અવોર્ડ્સ ખરીદવામાં આવે છે, તેવો દાવો થાય છે.

કિશોર કુમાર જ નહીં, દેવ આનંદ, ધર્મેન્દ્ર સહિતના ઘણા સ્ટાર એવા છે, જે નેશનલ ફિલ્મ અવોર્ડથી વંચિત રહી ગયા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button