ટાઈટ ડ્રેસ અને હાઈ હિલ્સ સેન્ડલ્સમાં કાજોલ થઈ ટ્રોલ, આ સેલિબ્રિટીએ ઝાટક્યા ટ્રોલર્સને

અભિનેત્રી ઉંમરમાં મોટી થાય, માતા બને તો પણ તેની પાસેથી સ્લીમટ્રીમ રહેવાની અને હૉટ દેખાવાની અપેક્ષા રાખવામાં આવે. બીજી બાજુ હિરોઈનો પણ પોતાને ફીટ રાખવાના પેંતરા અજમાવતી રહે છે. આ વચ્ચે જો કોઈ હિરોઈનનું ટમી દેખાય જાય કે તે થોડી પણ હેલ્ધી દેખાય તો લોકો તેને ટ્રોલ કરવાનું છોડતા નથી. આવું જ કંઈક કાજોલ સાથે થયું છે. ટ્રાયલ-2-પ્યાર, કાનૂન, ધોખાના ટ્રેલર લૉંચમાં કાજોલ આવી હતી. તેણે બ્લેક કલરનું સ્લીવલેસ બૉડી કોન ડ્રેસ પહેર્યો હતો અને હાઈ પેન્સિલ હિલ્સના સેન્ડલ પહેર્યા હતા.
કાજોલના ડ્રેસમાંથી ટમી બહાર આવતું હતું અને તેને હાઈ હિલ્સમાં ચાલવાનું કમ્ફોર્ટેબલ લાગતું ન હોવાનું પણ દેખાઈ આવતું હતું. તેવામાં એક પાપારાઝીએ તેને ઝૂમ કરીને બતાવી હતી. તેની આ હરકતથી એંકર અને અભિનેત્રી મિની માથૂર ચિડાઈ હતી અને તેણે સોશિયલ મીડિયા પર રિએક્ટ પણ કર્યું હતું. તેણે લખ્યું હતું કે તમે આ રીતે તેને ઝૂમ ન કરી શકો. તે હંમેશાં યંગ દેખાવા બંધાયેલી નથી.
આ પણ વાંચો: વાહ રે કાજોલ! હિન્દી ફિલ્મોએ ટૉપ પર પહોંચાડીને હિન્દી બોલવાની ના?: જૂઓ વીડિયો
જોકે કાજોલને ટ્રોલ કરનારની જેમ સપોર્ટ કરનાર પણ હતા. એક યુઝરે લખ્યું હતું કે તે બે સંતાનની માતા છે અને 50 વર્ષની છે. તે રીતે તે હેલ્ધી મધર છે.
કાજોલની વાત કરીએ તો છેલ્લે તે મા ફિલ્મમાં દેખાઈ હતી. તેની આ હોરર ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. ટ્રાયલ કાજોલની પહેલી વેબસિરિઝ છે. ઓટીટી પ્લેટફોર્મ પર કાજોલે કિસિંગ સિન પણ આપ્યો હતો જે તે સમયે ચર્ચાએ ચડ્યો હતો. હવે તેનો બીજો પાર્ટ આવી રહ્યો છે. આ સિરિઝ એક કોર્ટરૂમ ડ્રામા છે.