Esha Deolના Divorce પર કેમ ચૂપ છે Hema Malini? સામે આવી ગયું કારણ…

છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં Esha Deol-Bharat Takhataniના ડિવોર્સની જ ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ આખા મામલામાં એક વાત જે સૌથી વધુ સરપ્રાઈઝિંગ લાગી રહી છે એ એવી છે કે આખા મામલામાં ડ્રીમ ગર્લ અને ઈશા દેઓલની માતા હેમા માલિનીની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી રહી. પરંતુ હવે એનું કારણ સામે આવ્યું છે.
હેમા માલિની અને ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલના 11 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે, પરંતુ માતા તરીકે હેમા માલિનીની એક પણ પ્રતિક્રિયા સામે આવી નથી. પણ હવે હેમા માલિનીએ આ મામલે કેમ કોઈ પ્રતિક્રિયા નથી આપી એનું કારણ સામે આવ્યું છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હેમા માલિની આ મુશ્કેલ સમયમાં પોતાની દીકરી ઈશા સાથે ઊભા છે અને દીકરી આ નિર્ણયથી તેને બિલકુલ પણ આઘાત નથી લાગ્યો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈશા દેઓલ અને ભરત વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો પણ બંને જણ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. આખરે હવે બંને જણે છુટા પડવાનું નક્કી કરી લીધું છે ત્યારે ઈશા પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે.
આ અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે હેમા માલિની આ મુશ્કેલ સમયમાં પોતાની દીકરી સાથ આપી રહી છે. હેમા માલિની ઈશાના નિર્ણયમાં કોઈ દખલગિરી નથી કરવા માગતી અને તે તેના નિર્ણયનો પૂરેપૂરો સન્માન કરે છે. આ જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે હેમા માલિનીએ આ જ કારણસર ઈશા દેઓલના છૂટાછેડા પર હજુ સુધી કોઈ પણ પ્રતિક્રિયા કે ટિપ્પણી કરી નથી. હંમેશની જેમ જ આ વખતે પણ આ દિગ્ગજ અદાકારાએ પોતાની દીકરીને ટેકો આપવાનું નક્કી કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈશા અને ભરત યંગ એજમાં એકબીજા મળ્યા હતા અને બંને જણે લગ્ન કરી લીધા હતા. ઈશા અને ભરતને બે દીકરી છે જેમના નામ રાધ્યા અને મિરાયા છે. હમણાં થોડા સમય પહેલાં જ ઈશા અને ભરતે ઓફિશિયલી બંને જણ છુટા પડી ગયા હોવાની જાહેરાત કરી છે, ત્યારથી ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા છે.