Anant Ambani-Radhika Merchantના પ્રિ વેડિંગ ફંક્શન જામનગરમાં જ કેમ? Secret આવી ગયું સામે…

ભારતના જ નહીં પણ એશિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambani-Nita Ambaniના નાના દીકરા Anant Ambani-Radhika Merchantના પ્રિ-વેડિંગ ફંક્શન હાલમાં ટોક ઓફ ધ ટાઉન નહીં પણ નેશન બની ગયું છે. આ ફંક્શનને લઈને દરેક ક્ષણે નવા નવા અપડેટ્સ આવતા હોય છે. પરંતુ દરેક જણને એક જ સવાલ સતાવી રહ્યો છે કે અંબાણીઝ તો દુનિયાના કોઈ પણ ખુણે પોતાના દીકરાના લગ્નનું આ સેલિબ્રેશન કરવા સમર્થ છે તો પછી જામનગર પર જ કેમ તેમણે પસંદગી ઉતારી છે તો આ સવાલનો જવાબ છે Prime Minister Narendra Modiના શબ્દો..
વાત જાણે એમ છે કે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શન માટે પસંદ કરવામાં આવેલું સ્થાન જામનગર જેટલું દેખાય છે એનાથી વધારે મહત્ત્વ ધરાવે છે. અહીં જ અંબાણી પરિવાર દ્વારા 14 ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. આ સિવાય પરિવારના મૂળિયા પણ ખૂબ જ ગાઢ રીતે આ સ્થાન સાથે જોડાયેલા છે. વડા પ્રધાન મોદીએ પણ મેક ઈન ઈન્ડિયા પછી લોકોને વેડ ઈન ઈન્ડિયાનો નારો આપ્યો છે. આ કારણસર પર લગ્ન માટે જામનગરની પસંદગી કરવામાં આવી છે.
અનંત અંબાણીના દાદી એટલે કે ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેનનો જન્મ પણ ગુજરાતના જામનગરમાં જ થયો હતો અને આ જ જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું જન્મસ્થાન છે. અનંત અંબાણીએ પણ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું અહીં જ મોટો થયો છું અને એ મારું સૌભાગ્ય છે કે અમે અહીં ઊજવણી કરી શકીએ. આ મારી દાદીની જન્મભૂમી અને મારા દાદા અને પપ્પાની કર્મભૂમિ છે.
એટલું જ નહીં પણ અનંત અંબાણીની થનારી પત્ની રાધિકા મર્ચન્ટને પણ કોઈ બીજી જગ્યા કરતાં જામનગરમાં જ સમય પસાર કરવાનું વધારે પસંદ છે. અહીંયા તમારી જાણ માટે કે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં જ અનંત અને રાધિકાની સગાઈ થઈ હતી અને આ વર્ષે 12મી જુલાઈના બંને જણ લગ્નના બંધનમાં બંધાઈ જશે.