50 વર્ષની અમિષા પટેલ કેમ નથી કરી રહી લગ્ન, અભિનેત્રીએ પોતે જ કહ્યું કે…

રીતિક રોશન સાથે લગભગ 25 વર્ષ પહેલા કહો ના પ્યાર હૈ ફિલ્મમાં ચમકેલી અમિષા પટેલ 50 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. અભિનેત્રી ફિલ્મોમાં તો ઓછી દેખાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોવાથી તેની લાઈફ ચર્ચાયા કરે છે.
અભિનેત્રી છેલ્લે ગદર-2માં દેખાઈ હતી. તાજેતરમાં જ તેનો એક પોડકાસ્ટ વાયરલ થયો છે, જેમાં તેણે લગ્ન વિશે વાત કરી છે. અમિષાએ કહ્યું છે કે લગ્ન વિશે તે પોઝિટિવ છે અને લગ્ન કરવા નથી માગતી તેમ નથી, પરંતુ તેને હજુ તેનો મિ. પરફેક્શનિસ્ટ મળ્યો નથી. અમિષાએ એમ પણ કહ્યું કે મને પ્રપોઝલ આવે છે, પણ મોટા ભાગના બધા ઈચ્છે છે કે હુંમારું એક્ટિંગ કરિયર છોડી દઉં અને હાઉસવાઈફ થઈને બેસી રહું જે મને મંજૂર નથી.
જોકે અમિષા પાસે હાલમાં તો ખાસ કોઈ ફિલ્મો નથી. કહો ના પ્યાર હૈ બાદ પણ તે ઘણી ઓછી ફિલ્મોમાં દેખાઈ છે. સન્ની દેઓલ સાથેની ગદર ફિલ્મ તેની બીજી હીટ ફિલ્મ સાબિત થઈ હતી. અમિષા તેના કૉંગ્રેસી નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલ સાથેના સંબંધો મામલે પણ ચર્ચામાં રહી છે. ફૈઝલે તેને સોશિયલ મીડિયા પર પ્રપોઝ કર્યું હતું, પરંતુ પછીથી તે પોસ્ટ ડિલીટ કરી હતી. આ પોસ્ટને અમિષાએ મજાક ગણાવી હતી.
તાજેતરમાં અમિષાના બિઝનેસમેન નિર્વાણ બિડલા સાથેના સંબંધો વિશે પણ ચર્ચા ચાલી રહી છે. અમિષા આ મામલે ચોખ્ખી વાત કરતી નથી. અમિષાએ એમ પણ કહ્યું છે કે તેને લગ્ન બાદ ઘણા બાળકો હોય તેવી ઈચ્છા છે. પણ હવે લગ્ન ક્યારે કરે છે અમિષા, તે નક્કી થાય પછીની વાત છે.
આ પણ વાંચો…હું સલમાન ખાનના લગ્ન થતાં નહીં જોઈ શકું… જાણો કોઈ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો…