આ કારણે જાહેરમાં Amitabh Bachchan પુત્રવધુ ઐશ્વર્યાના વખાણ નથી કરતાં…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ ડે ટુ ડે લાઈફની અપડેટ્સ શેર કરતાં રહે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી બિગ બી પોતાની પોસ્ટને કારણે ટ્રોલ્સના નિશાના પર આવતા રહે છે. બિગ બી અવારનવાર પોતાના દીકરા અભિષેક બચ્ચનના વખાણ કરતાં હોય છે અને એ એમાં પણ જ્યારે અભિષેકની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે તો ખાસ. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફેને બિગ બીને સવાલ પૂછ્યો હતો કે તમે ક્યારે જયા બચ્ચન, ઐશ્વર્યા રાય-બચ્ચન અને દીકરી શ્વેતા નંદાના વખાણ કેમ જાહેરમાં નથી કરતાં? જેના જવાબમાં બિગ બીએ જે કહ્યું છે એ સાંભળીને તમારા હોંશ ઉડી જશે..
અમિતાભ બચ્ચને ફેનના આ સવાલનો જવાબ ખૂબ જ સાધારણ રીતે આપ્યો હતો. બિગ બીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે હા હું, અભિષેકના વખાણ કરું છું તો? બિગ બીએ આની સાથે પોતાનો સન્ડે ફેન્સ મીટિંગનો ફોટો પણ શેર કર્યો છે. બિગ બીએ યુઝર્સને આપેલો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: સાયબર ક્રાઇમ કોલર ટ્યુનથી લોકો ‘ત્રાહિમામ’: અમિતાભ બચ્ચન પર સાધ્યું નિશાન…
તેમણે આગળ એવો પણ જણાવ્યું હતું કે હા હું, અભિષેકના વખાણ કરું છું તો? જેના જવાબમાં યુઝરે કહ્યું કે તો તમારે તમારી પત્ની, દીકરી અને વહુના પણ વખાણ કરી લેવા જોઈએ. બિગ બીએ ફેન્સના આ સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે હા, હું એમના પણ દિલથી વખાણ કરું છું, પણ સાર્વજનિક રીતે નહીં. આ મહિલાઓ માટેનો મારો સન્માન છે.
બિગ બીનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ બિગ બીએ જે રીતે ટ્રોલ્સને સણસણતો જવાબ આપ્યો છે એ જોઈને એકદમ ખુશ થઈ ગયા છે. કેટલાક યુઝર્સે બિગ બીની પોસ્ટ પર પેડ ફેન્સ કહીને કટાક્ષ કર્યો છે. જેના પર બિગ બીએ જવાબ આપતા લખ્યું હતું કે સાબિત કરો. તમારા વિચારો ખૂબ જ નીચલા સ્તરના છે, તમે પોતે પૈસા આપીને ફેન્સ કેમ નથી લાવતા?
અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારના કામની વાત કરીએ તો અભિષેક બચ્ચન હાલમાં તરુણ મનસુખાનીની ફિલ્મ હાઉસફૂલ 5માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ, અક્ષય કુમાર, નાના પાટેકર, જેકી શ્રોફ અને બીજા અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. ટૂંતક સમયમાં જ તે ફિલ્મ કાલિધર લાપતામાં જોવા મળશે.