મનોરંજન

પાંચ મહિના પછી યુટ્યૂબને શા માટે નોટિસ મોકલી સોનમપતિએ

અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર નિરજા ફિલ્મને બાદ કરતી ખાસ કોઈ સારી ફિલ્મ આપી શકી નથી. તે પોતાના આઉટફીટ વગેરેને લઈને પણ લોકોની નજરે ચડતી હોય છે. સોશિયલ મીડિયાના ફેલાવા પછી સેલિબ્રિટીની નાની મોટી ખામી કે ખૂબી પણ લોકોની નજરે ચડે છે. સોનમ સાથે પણ આવું થયું. તેની બોલવાની સ્ટાઈલને લઈને એક યૂ ટ્યૂબરે તેની ઠેકડી ઊડાડતો વીડિયો પૉસ્ટ કર્યો હતો. જોકે આ વાત આમ તો પાંચેક મહિના જૂની છે, પણ હાલમાં પ્રકાશમાં આવી છે કારણે કે સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ પત્ની-અભિનેત્રી સોનમ કપૂર પર ટીપ્પણી કરવા માટે યૂ ટયૂબરને નોટીસ પાઠવી છે. જોકે રાગિની નામની આ યુ ટ્યૂબના પહેલા 7,000 ફોલોઅર્સ હતા જે વધીને હવે 37,000 થયાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે.

યુ ટયૂબરે એમ કહ્યું છે કે આપણે પણ ઘણા છબરડા વાળીએ છીએ. આપણે કોઈ જાણીતી હસ્તી નથી, આપણી આસપાસ કેમેરા હોતા નથી. સોનમ જેવા લોકો આવું કરે તો તે તરતજ ધ્યાનમાં આવે છે. આ બાબતે લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


પાંચ મહિના જૂના આ વીડિયો સંદર્ભમાં આનંદ આહુજાએ છેક હવે નોટિસ પાઠવી છે. આ નોટિસના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમાં આ વીડિયોને ડિલીટ કરવા કહેવાયું છે. સંખ્યાબંધ લોકોએ જો કે આ કન્ટેન્ટ ક્રિએટરનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે તે એ જ કહી રહી છે જે સોનમે કર્યું છે.


કેટલાક લોકોએ તો આનંદ આહુજાની નોટિસ બાદ આ વીડિયોના વ્યૂ વધ્યા હોવાનું નોંધ્યું છે. કેટલાકને સોનમ અને આનંદ આહુજા જેવાં સ્તરના લોકો આ પ્રકારના વીડિયોને આટલી ગંભીરતાથી લે છે તે બાબતે જ અચંબો વ્યક્ત કર્યો છે. કેટલાક લોકોનો એવો પણ મત છે કે સોનમ પાસે હાલ કોઈ ખાસ પ્રોજેક્ટ છે નહીં અને તે કમબેકના ફાંફા મારી રહી છે એટલે આ સમગ્ર કવાયત એક પીઆર એક્સરસાઈઝ હોઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button