પૂનમ પાંડેનું લગ્નજીવન 12 દિવસ શા માટે ચાલ્યું હતું?
મુંબઈ: મોડેલ-એક્ટ્રેસ અને ઇન્ટરનેટ સેન્સેશન પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર ચોંકાવનારા છે અને મનોરંજન જગતના તેના મિત્રો તેમ જ ફેન્સ પણ આઘાતમાં છે. પૂનમ પાંડે હંમેશાંથી કોઇને કોઇ કારણ અથવા તો વિવાદના કારણે સમાચારોમાં છવાયેલી રહેતી. આજે સર્વાઈકલ કેન્સરથી તેનું નિધન થયું છે, પરંતુ લગ્ન કર્યા પછી ઠરીઠામ થઈ નહોતી. એટલે તેના લગ્નજીવનને કારણે પણ લાંબા સમય સુધી વિવાદમાં રહી હતી. તેનું લગ્નજીવન માંડે 12 દિવસ ચાલ્યું હતું.
પૂનમ પાંડેએ તેના લાંબા સમયથી રહેલા બૉયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. 2020માં પૂનમ સેમ સાથે લગ્નગાંઠે જોડાઇ હતી. જોકે તેના આ લગ્ન પણ વિવાદોથી ભરપૂર રહ્યા અને ચર્ચાનો વિષય બન્યા હતા. કારણ કે પૂનમ અને સેમનું લગ્નજીવન ગણીને 12 દિવસ જ ટક્યું હતું.
લગ્ન બાદ સેમ અને પૂનમ ગોવા ફરવા માટે ગયા હતા. જ્યાં સેમે તેની મારપીટ કરી હોવાનો આરોપ પૂનમે લગાવ્યો હતો. આ અંગે તેણે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. જેને પગલે ગોવા પોલીસે સેમની ધરપકડ કરી હતી. જોકે, પછીથી સેમને જામીન મળી ગયા હતા. પણ આ ઘટના બાદ પૂનમ અને સેમ બંને છૂટા પડી ગયા હતા.
પૂનમે સેમ વિશે કહ્યું હતું કે હું તેની પાસે પાછી નથી જવા માગતી. જે વ્યક્તિએ તમને કંઇપણ વિચાર્યા વગર જાનવરની જેમ મારી હોય તે વ્યક્તિ પાસે પાછું જવું મને નથી લાગતું કે સમજદારી કહેવાય. પૂનમે કહ્યું હતું કે લગ્ન પહેલા તે અને સેમ બંને બે વર્ષ સુધી લિવ-ઇન-રિલેશનશિપમાં સાથે રહ્યા હતા. ત્યારે પણ સેમ તેની મારપીટ હોવાનું એ વખતે પૂનમે જણાવ્યું હતું.