મનોરંજન

Koffe With Karanમાં Orryએ કેમ કહ્યું કે હું તો Cheater છું…આ શોનું નામ બદલી નાખવું જોઈએ…

Koffe With Karan-8ના દરેક નવા એપિસોડની ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને હવે આ સિઝન પૂરી થવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ કોફી વિથ કરણનો ફાઈનલ એપિસોડ આવી રહ્યો છે અને આ ફાઈનલ એપિસોડ ખૂબ જ ધમાકેદાર રહેવાનો છે એનો અંદાજો તો હાલમાં જ રીલિઝ કરવામાં આવી રહેલાં પ્રોમો પરથી આવી રહ્યો છે.

આ વખતના એપિસોડમાં ઓરી કરણ સાથે કોફી પીવા આવ્યો છે અને ઓરીએ આ શો પર આવ્યો છે અને તેણે પોતાની લાઈફ અંગે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. ઓરીએ પોતાની જાતને ચીટર ગણાવી અને પોતે પાંચ જણને ડેટ કરી રહ્યો છે. આ સિવાય ઓરીએ કરણ સાથે ખૂબ જ મસ્ત પણ કરી હતી. ઓરી પોતાના ફોટો અને પોઝને લઈને હંમેશા જ ટ્રોલ થતો હોય છે અને ઓરીને લઈને ઘણા બધા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. ઓરીએ આ એપિસોડમાં આવીને ટ્રોલર્સને એકદમ દમદાર જવાબ આપ્યો છે.

Koffee With Karan-8ના આ એપિસોડના રીલિઝ કરવામાં આવ્યો છે જેમાં પહેલાં ભાગમાં કરણ ઓરી સાથે વાત કરી રહ્યો છે જ્યારે બીજા એપિસોડમાં તે ઈન્ફ્લુએન્સર સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે આ એપિસોડમાં ઈન્ફ્લ્યુએન્સર કરણને એકદમ રોસ્ટ કરતાં જોવા મળી રહ્યા છે અને કરણે ખુદ પોતાના શોને છોડી દેવાની વાત પણ કહી દીધી હતી…

વીડિયોમાં કરણે ઓરીને પૂછ્યું હતું કે તે આટલી બધી ટીકાઓ કઈ રીતે સહન કરી શકે છે. કરણે કહ્યું હતું કે સ્ટાર્ટઅપ બનાવનારાઓ લોકો માટે મારા મનમાં હંમેશા ખૂબ જ માન છે. સ્ટાર્ટઅપ એક વિચાર છે, તે એક વિચારથીસરૂ કરો છો અને પછી આગલ વઝો છો અને એનું નિર્માણ કરો છો. પછી આ કંઈક એવું બની જાય છે કે તેનાથી તમે પૈસા કમાવી શકો છો. પછી એ બ્લાસ્ટ થાય છે. જોકે, તમે જે કંઈ હાંસિલ કર્યું છે એના માટે લોકો તારા વખાણ પણ કરે છે અને કેટલાક લોકો તારી ટીકા પણ કરે છે તો તું આટલી બધી ટીકા કઈ રીતે સહન કરે છે?


કરણના આ સવાલના જવાબમાં ઓરી કહે છે કે જો હું તમને નથી જાણતો તો તમે મારા વિશે કંઈ પણ ઉલટું બોલો છો હું જિતી ગયો છું. તમે મારા પર મીમ્સ બનાવો છો, હસો છો પણ હું તો એનાથી પૈસા કમાવું છું.


બીજા એક વીડિયોમાં કરણ ચાર ઈન્ફ્લ્યુએન્સરપ સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે અને અહીં તન્મય ભટ્ટ કરણને એવું કહેતો જોવા મળે છે કે આ સિઝનમાં તમે એટલા બધા ફિલ્ટર લગાવી દીધા છે કે તમારે આ શોનું નામ બદલીને ફિલ્ટર વિથ કરણ કરી દેવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button