ફોટો વાયરલ થયા છતાં રામાયણમાં કૈકેયીના પાત્ર અંગે લારા દત્તાએ આમ કેમ કહ્યું ?
Lara Dutta ઘણા સમયથી સ્ક્રીન પર દેખાતી ન હતી, પણ આજકાલ તે તેની વેબ સિરિઝ સ્ટ્રેટેજી બાલાકોટ એન્ડ બિયોન્ડને લઈને ચર્ચામાં છે. આમાં તે જીમી શેરગીલની સામે જોવા મળી છે. જોકે વેબ સિરિઝ કરતા અભિનેત્રી એક ફોટોને લીધે વધારે ચર્ચામાં છે. લારા દત્તા નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં દશરથ રાજાની સૌથી માનીતી રાણી કૈકેયીનું પાત્ર ભજવવાની છે, તેવી ચર્ચાઓ વચ્ચે લારા અને શીબા ચઢ્ઢાના ફોટા વાયરલ થયા છે. શીબા મંથરાના પાત્રમાં હોવાની પણ અટકળો ચાલી રહી છે.
રામાયણમાં કૈકેયીની ભૂમિકા ભજવી રહી છે. સેટ પરથી શીબા ચઢ્ઢા સાથેનો તેમનો ફોટો પણ વાયરલ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે કૈકેયી અને શીબા મંથરા બની હતી. પરંતુ હવે જ્યારે એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીને આ પાત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કંઈક અલગ જ જવાબ આપ્યો.
અભિનેત્રીએ કહ્યું કે હું, સુર્પણખા, મંદોદરી… તમામ પાત્રો ભજવી રહી છું. એટલે કે અભિનેત્રીએ સ્પષ્ટતા કરી દીધી છે કે તે આ ફિલ્મમાં કામ નથી કરી રહી. પરંતુ સવાલ એ છે કે જો આવું છે તો પછી જે તસવીરો વાયરલ થઈ છે તેનું શું? જેમાં તે બિલકુલ પૌરાણિક સિરિયલની મહિલા જેવો જ પોશાક પહેર્યો હતો. બસ, રાહ જોવા સિવાય બીજું કશું કરી શકાતું નથી.
આ ફિલ્મની કાસ્ટિંગની ચર્ચા ચોમેર ચાલે છે. રામના પાત્રમાં રણબીર કપૂર અને સીતાના પાત્રમાં સાંઈ પલ્લવીના ફોટા વાયરલ થયા છે. ઘણા કલાકારોએ પોતાના રોલ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.