ફેન્સને કેમ ન ગમ્યો Deepikaનો ડાન્સ, સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે આવી સલાહ
ફિલ્મી કલાકારોના ચાહકો તેમના ફેવરીટ સ્ટારનું ધ્યાન રાખતા હોય છે ને તેમની કાળજી પણ રાખતા હોય છે. આથી પ્રેગનન્ટ દીપિકા પદુકોણ Deepika Padukon ને ડાન્સ કરતી જોઈ ઘણા ફેન્સ નારાજ થયા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ્સ pre wedding events અત્યારે સમાચારોમાં છે. ગુજરાતના જામનગર Jamnagarમાં આ કપલની પ્રી-વેડિંગ સેરેમની ચાલી રહી છે. પહેલા દિવસે રિહાનાના પર્ફોર્મન્સ બાદ બીજા દિવસે બોલિવૂડના સ્ટાર્સે આ પ્રસંગે હાજરી આપી હતી. આ દરમિયાન દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો, જે તેના ફેન્સને પસંદ નથી આવી રહ્યો. ના ના ડાન્સ પસંદ આવ્યો એમ નથી, પણ પ્રેગનન્સીની હાલતમાં દીપિકા ડાન્સ કરે તે ફેન્સને ગમ્યું નથી.
દીપિકા અને રણવીરે હાલમાં જ ફેન્સને ખુશખબર આપી હતી. દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તેથી ચાહકોને તે પસંદ નથી કે તે આ સમયે પોતાની જાતને જોખમમાં મૂકે. અંબાણીના ફંક્શનની દરેક અપડેટ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે અને 2 માર્ચની રાત્રે યોજાયેલા ઈવેન્ટના ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં દીપિકા અને રણવીર ડાન્સ કરતા જોવા મળે છે.
વીડિયોમાં રણવીર સ્ટેજ પર છે અને દીપિકા બધાની સાથે બેઠી છે. રણવીર તેનો હાથ પકડીને સ્ટેજ પર લઈ જાય છે અને પછી બંને સાથે ડાન્સ કરે છે. જો કે દીપિકા ખૂબ જ ધ્યાનથી ડાન્સ કરી રહી છે. તે માત્ર હાથના સ્ટેપ્સ કરતી અને પોતાની જગ્યાએ ઊભેલી જ જોવા મળે છે, પણ ભઈ દીપિકાના ચાહકોને તો તેને ઊની આંચ આવે તે પણ પસંદ નથી.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર થયો નથી કે ચાહકોએ સલાહ આપવાનું શરૂ કરી દીધું. . એક યુઝરે લખ્યું, દીપિકાએ તેની હાલત જોવી જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું, ઓછામાં ઓછું આ સમયે તમારી સંભાળ રાખો. કેટલાક ચાહકો કહે છે કે ગર્ભાવસ્થાને રોગ તરીકે ન લેવી જોઈએ, તેઓ શિક્ષિત છે અને તેઓ જાણે છે કે તેમના માટે શું યોગ્ય છે અને શું નથી.
બાફ્ટાના સમયથી દીપિકા પાદુકોણને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. ચાહકોએ કહ્યું કે તે ગર્ભવતી છે અને તેને છુપાવી રહી છે. પરંતુ થોડા દિવસો પછી, કપલે સોશિયલ મીડિયા પર એક મસ્ત પોસ્ટ શેર કરી અને ચાહકોને પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી. એટલું જ નહીં, તેણે ડિલિવરીની તારીખ વિશે પણ જણાવ્યું. પોસ્ટ અનુસાર, દીપિકાની પ્રેગ્નન્સીને બે મહિના થઈ ગયા છે અને તે સપ્ટેમ્બરમાં માતા બનશે.