મનોરંજન

Amitabh Bachchanએ કેમ ફોન તોડીને ફેંકી દેવાની વાત કરી? શું છે આ ગુસ્સાનું કારણ?

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Bollywood Amitabh Bachchan)ને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 55 વર્ષ પૂરા થઈ ગયા છે અને 81 વર્ષીય અભિનેતાએ આટલા વર્ષોમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. પરંતુ હાલમાં આપણે અહીં વાત કરીશું બિગ બીને સતાવી રહેલી સમસ્યા વિશે. આ સમસ્યા એટલી ગંભીર છે કે બિગ બી આ સમસ્યાથી એટલા બધા પરેશાન થઈ ગયા છે કે તેમણે પોતાનો ફોન તોડીને બારીમાંથી ફેંકી દેવા સુદ્ધા તૈયાર થઈ ગયા છે. આવો જોઈએ આખરે એવી તે કઈ સમસ્યા છે બિગ બીના જીવનમાં…

વાત જાણે એમ છે કે બિગ બીએ ખુદ આ વાતનો ખુલાસો પોતાના બ્લોગ પર કર્યો છે. તેમણે પોતાના બ્લોગ પર લખ્યું છે કે હું મારો ફોન ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આની પહેલાંની જે સેટિંગ હતી એ એકદમથી બદલાઈ ગઈ છે. દરેક જણ પાસેથી મદદ લેવાની ટ્રાય કરી પણ કંઈ મદદ નહીં મળે. આ ખૂબ જ નિરાશાજનક છે. હું અંગ્રેજી અને હિંદીમાં ટાઈપ કરવા માંગતો હતો. અંગ્રેજીમાં સ્પેલિંગ ટાઈમ કરતાં હિંદી શબ્દ દેવનાગરીમાં આવી જતો હતો, પણ લાંબા સમય સુધી મથામણ કર્યા બાદ પણ કંઈ ખાસ મદદ મળી નહીં.

આગળ તેમણે પોતાના બ્લોગમાં એવું પણ જણાવ્યું છે કે હું હવે એટલો બધો પરેશાન થઈ ગયો છું કે હું ગમે ત્યારે મારો ફોન તોડીને બારીની બહાર ફેંકી દેવાની ઈચ્છા થઈ રહી છે. આ પોસ્ટ લખ્યા બાદ બિગ બીએ એક દુઃખી સ્માઈલી પણ પોસ્ટ કરી છે. અસલમાં તેઓ આ ફોન નથી તોડવા માંગતા. આગળ તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે નહીં નહીં નહી…. એવું નસીબ નથી. બસ ગુસ્સો કાઢી રહ્યો છું. ત્યાર બાદ તેમણે હસતાં સ્માઈલી પણ પોસ્ટ કર્યા છે.

આ પણ વાંચો: હેં, Amitabh Bachchanના કેમિયોવાળી 8 કરોડમાં બનેલી ફિલ્મે કર્યું 104 Croreનું Collection?

અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ફિલ્મ કલ્કી 2898 (Film Kalki 2898) રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં તેમના લૂકની સાથે સાથે ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે અને એમાં તેમની દમદાર એક્ટિંગ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં તેમનું નામ અશ્વત્થામા છે અને તેમની સાથે આ ફિલ્મમાં દિશા પટણી, દીપિકા પદુકોણ અને કમલ હાસન લીડ રોલમાં જોવા મળશે. આ પહેલાં તેઓ ફિલ્મ ગણપતમાં જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button