અડધી રાતે Amitabh Bachchanને કેમ આવી પોસ્ટ કરી? ફેન્સ પડ્યા વિચારમાં…

સદીના મહાનાયક Amitabh Bachchan કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી અને તેઓ આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર સખત એક્ટિવ રહે છે. તેમની પોસ્ટ ખૂબ જ માર્મિક અને મજેદાર હોય છે. તેમ જ પોસ્ટ કર્યાની ગણતરીની ક્ષણોમાં જ તે વાઈરલ પણ થવા લાગે છે. ગઈકાલે જ બિગ બીએ પોસ્ટ કરીને પોતે કેબીસી-16 લઈને પાછા ફરી રહ્યા હોવાની જાહેરાત કરી હતી.
હાલમાં જ બિગ બીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી કે જેને કારણે ફેન્સ પણ એકદમ ભ્રમિત થઈ ગયા હતા. આવો જોઈએ આખરે બિગ બીએ એવું તે શું પોસ્ટ કર્યું. બિગ બીએ રાતે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે સોશિયલ મીડિયાએ સમાચાર બંધ કરી દીધું..
બિગ બીની આ પોસ્ટ જોયા બાદ તેમના ફેન્સ પણ એકદમ ભ્રમિત થઈ ગયા હતા અને તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા કે આખરે આટલી મોડી રાતે બિગ બીને આવો વિચાર કેમ આવ્યો અને એનું કારણ શું હતું?
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી ટૂંક સમયમાં જ કલ્કિ 2898 અને વૈટેયન નામની ફિલ્મમાં કામ કરતાં જોવા મળશે. આ સિવાય ગઈકાલે બિગ બીએ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ-16ની જાહેરાત કરી હતી અને તેમની આ જાહેરાતથી ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા.