મનોરંજન

Akshay Kumarએ કેમ કહ્યું હું ખૂબ જ દુઃખી છું?

પહેલાં રશ્મિકા મંદાના, કેટરિના કૈફ, કાજોલ બાદ હવે અક્ષય કુમાર પણ ડીપફેક વીડિયોનો શિકાર બન્યો છે. આ પહેલાં પણ અનેક સેલેબ્સ ડીપ ફેક વીડિયો બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હવે બી-ટાઉનના મિસ્ટર ખિલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારનો પણ એક આવો જ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં અક્ષય કુમાર એક ગેમિંગ એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો આમ તો જૂનો છે પણ અક્ષય કુમારે તેનો ફેક ગણાવ્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે.

અક્કીના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અક્કીએ ક્યારેય આ પ્રકારની જાહેરાત કરી જ નથી અને તે ખૂબ જ દુઃખી થઈ ગયો છે કે તેની ઓળખનો આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. અક્ષયે એવું પણ જણાવ્યું હતું કે આ ખરેખર ખૂબ જ નિરાશાજનક છે. મેં ટીમને આ બાબતની જાણ કરી હતી. એટલું જ નહીં અક્ષય કુમારે આ મામલે લીગલ એક્શન લેવાની તૈયારી પણ કરી દીધી છે. તેની ઓળખનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને તે આ બાબતને બિલકુલ પણ હળવાશથી લેવામાં મૂડમાં નથી.

અક્કીનો આ ડીપ ફેક વીડિયોની વાત કરીએ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં અક્ષય કુમાર કોઈ ગેમિંગ એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે અને એ ગેમિંગ એપના વખાણ કરતો જોવા મળે છે.

અહીંયા તમારી જાણ માટે આ પહેલી વખત નથી બન્યું આ કોઈ પહેલો કિસ્સો નથી જ્યારે કોઈ અભિનેતા આવા ડીપફેક વીડિયોનો શિકાર બન્યો હોય. આ પહેલા રશ્મિકા મંદન્ના, કાજોલ અને કેટરીના કૈફ જેવી એક્ટ્રેસ પણ આનો સામનો કરી ચૂકી છે. સૌથી પહેલાં આ ડીપ ફેક વીડિયોમાં નેશનલ ક્રશ રશ્મિકાનું નામ સામે આવ્યું હતું ત્યાર બાદ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ રશ્મિકાના સમર્થનમાં સામે આવ્યા હતા અને આવા ખોટા કામ કરતા લોકોથી સાવધાન રહેવાની સલાહ આપી હતી.

દરમિયાન રશ્મિકા સિવાય કેટરિના અને કાજોલના આવા ચોંકાવનારા ડીપ ફેક વીડિયો સામે આવ્યા હતા. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે પણ તેમ છતાં આવા વીડિયો કંઈ અટકવાનું નામ નથી લઈ રહ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button