Sitare Zameen Par ફિલ્મની સફળતા વચ્ચે આમિર ખાન કેમ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યો?

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન હાલમાં તેમની ફિલ્મ સિતારે ઝમીન પરને કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે દરમિયાન આમિર ખાને હાલમાં જ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મુલાકાત લીધી હતી અને તેમણે આ મુલાકાતનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે આમિરે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં કર્યું હતું અને ત્યાર બાદ આ ફોટો શેર કરવામાં આવ્યો છે.
Acclaimed filmmaker and actor Shri Aamir Khan called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. pic.twitter.com/Jx6QV7OFYj
— President of India (@rashtrapatibhvn) June 24, 2025
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો આમિર ખાને રાષ્ટ્રપતિ ભવનમાં ફિલ્મ સિતારે ઝમીન પરનું સ્ક્રીનિંગ પણ શેર કર્યું હતું. આમિરની આ ફિલ્મ 2007માં આવેલી ફિલ્મ તારે ઝમીન પરની સિક્વલ છે. અહીંયા તમારી જાણ માટે કે આમિરની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા જોરદાર ફ્લોપ થઈ હતી. ચાર વર્ષ બાદ આમિરે ફિલ્મ સિતારે ઝમીન પરથી દમદાર કમબેક કર્યું હતું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપર હિટ રહી હતી.
હવે આમિર ખાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ ભવનમાં જ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખ્યું હતું. સોશિયલ મીડિયા પર લોકોએ આમિરની આ મુલાકાત અને ફિલ્મને લઈને પોતાનું રિએક્શન આપ્યું છે. અનેક લોકો તેને બોલીવૂડનો રિયલ હીરો કરી રહ્યા છે તો કેટલાક લોકો રાષ્ટ્રપતિ મૂર્મુના આ ફોટોને રાષ્ટ્રપતિ માટે વેસ્ટ ઓફ ટાઈમ ગણાવ્યો હતો તો વળી કેટલાક લોકોએ તેમને ઈન્ડિયાનું ટ્રેટર ગણાવ્યા હતા.
આપણ વાંચો અભિનયમાં ‘નંબર વન’ સારા અલી ખાન રસોઈમાં ‘ઝીરો’! ટીવી શોમાં કર્યું પ્રદર્શન…
વાત કરીએ સિતારે ઝમીન પરના કલેક્શનની તો આ ફિલ્મે વર્લ્ડવાઈડ કમાણીનો તો ફિલ્મે 110 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી દીધો છે અને બોક્સ ઓફિસ ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટર થવાની દિશામાં આગળ વધી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે ટૂંક સમયમાં જ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી લેશે.
આમિર ખાનની આ ફિલ્મ 21મી જૂનના રિલીઝ થઈ હતી અને તેમાં 10 નવા કલાકારો જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં આમિર ખાન અને જેનેલિયા દેશમુખ લીડ રોલમાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મ સ્પેનિશ ફિલ્મ કૈંપિયોન્સની ઓફિશિયલ રિમેક ફિલ્મ છે.