કેબીસીમાં આવતા બાળકોની વર્તણૂકના વિવાદ વચ્ચે અમિતાભ બચ્ચને કોની માફી માગી | મુંબઈ સમાચાર
મનોરંજન

કેબીસીમાં આવતા બાળકોની વર્તણૂકના વિવાદ વચ્ચે અમિતાભ બચ્ચને કોની માફી માગી

તાજેતરમાં અમિતાભ બચ્ચન અને તેમનો શૉ કૌન બનેગા કરોડપતિ-17 એક અલગ જ મામલે ચર્ચામાં છે. હાલમાં જૂનિયર કેબીસીને બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. તેમની હૉટસિટ પર આવેલા ગાંધીનગરના એક બાળકે તેમની સાથે કરેલા વર્તન બાદ લોકો નારાજગી જતાવી રહ્યા છે. ઈશિત ભટ્ટ નામના આ દસ વર્ષના સ્પર્ધકે જે વધારે પડતો આત્મવિશ્વાસ બતાવ્યો અને બચ્ચન સાથે તોછડું વર્તન કર્યું તેની લોકો ટીકા કરી રહ્યા છે. બાળકનો બોલવાનો જે ટોન હતો તે નિર્દેષ કે બાલિશ લાગવાને બદલે રૂડ લાગ્યો હતો. આ એપિસોડે અગાઉના એપિસોડમાં આવેલા અને આવા જ ઓવરકોન્ફીડન્ટ સ્પર્ધકની યાદ અપાવી હતી જે કરોડ જીતતા રહી ગયો હતો.

બાળકના આ બિહેવિયર માટે ઘણા તેના પેરેન્ટ્સને દોષ આપી રહ્યા છે તો ઘણા આજની જનરેશન આવી જ છે, તેમ કહી રહ્યા છે. જોકે આ બાળકની નાદાની સામે બચ્ચને જે નિખાલસતા બતાવી તેના સૌ કોઈ વખાણ પણ કરી રહ્યા છે, ત્યારે આ બધા વચ્ચે બચ્ચને માફી માગી છે. તેમની આ માફી માગતી પોસ્ટ જોઈ સૌ કોઈને આશ્ચર્ય થયું કે ભઈ બચ્ચન કઈ વાત માફી માગી રહ્યા છે.

તો આ માફીનું કારણ કેબીસી નહીં, પણ બચ્ચનસાહેબનો મોબાઈલ હોવાનું બહાર આવ્યું છે. બીગ બીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વીટર પર લખ્યું છે કે સૌથી પહેલા હું એ તમામ લોકોની માફી માગુ છું, જેમણે મને 11મી ઑક્ટોબરે મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપી હતી, પરંતુ હું તેમનો આભાર માની શક્યો નથી. મારો ફોન અચાનક ખરાબ થઈ ગયો, જેના લીધે હું કોઈને જવાબ આપી શક્યો નથી. તમારા બધાનો આભાર અને ખૂબ પ્રેમ.

તાજેતરમાં બચ્ચન 83 વર્ષના થયા. હજુ પણ ફીટ એન્ડ ફાઈન લાગતા બચ્ચન પ્રભાસની કલ્કિમાં ફરી દેખાશે. હાલમાં તેઓ કેબીસીની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. બચ્ચનની આ ઉંમરે કામ કરવાની ધગશ અને ફીટનેસ બધા માટે પ્રેરણારૂપ છે.

આપણ વાંચો:  કોણ છે કશીશ મિત્તલ? જેણે IASની નોકરી છોડી સંગીત અને AIની દુનિયામાં ધૂમ મચાવી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button