મનોરંજન

લો બોલો! આ કારણે અભિષેક બચ્ચનને થવું હતું ગાયબ

મુંબઈ: બોલિવૂડના અભિનેતા અભિષેક બચ્ચની એક પોસ્ટ ફેન્સમાં ચર્ચા વિષય બની હતી. વાસ્તવમાં તેમણે એક પોસ્ટમાં ખોવાઈ જવાની ઈચ્છા વ્યક્ત કરતા ફેન્સમાં કુતૂહલ જાગ્યો હતો. જે પછી લોકોની ચિંતાનો અંત લાવતા અભિષેક ફરી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે સ્પષ્ટ કર્યું કે આ પોસ્ટ તેના આવનારા પ્રોજેક્ટ કાલીધર લાપતા સાથે જોડાયેલી છે. આ ઘોષણાએ ફેન્સમાં ઉત્સાહ જગાવ્યો છે.

પોસ્ટર શેર કરી ફિલ્મની જાહેરાત કરી

અભિષેકે તેની નવી ફિલ્મ ‘કાલીધર લાપતા’નું પોસ્ટર શેર કરીને જાહેરાત કરી. તેણે લખ્યું, “ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ. ક્યારેક ખોવાઈ જવું ખોટું નથી. હવે સાચી વાર્તા શરૂ થશે, જે ડ્રિમ, ટ્વિસ્ટ અને ખાસ પાત્રોથી ભરેલી છે.” ફિલ્મનું પ્રીમિયર 4 જુલાઈ, 2025ના રોજ થશે. પહેલાની પોસ્ટમાં અભિષેકે લખ્યું હતું, “હું લાપતા થવા માગું છું, ભીડમાં મારી જાતને શોધવા માગું છું. પોતાનાઓ માટે બધું આપ્યું, હવે થોડો સમય મારા માટે જોઈએ.”

અભિષેકની તાજેતરની ફિલ્મ ‘હાઉસફુલ 5’એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સાથેની આ ફિલ્મને દર્શકોનો ખુબ જ પ્રેમ મળ્યો, અને તેની કમાણીએ પણ નવા રેકોર્ડ બનાવ્યા. અભિષેકની એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા, જેના કારણે ‘કાલીધર લાપતા’ પ્રત્યે ફેન્સમાં સારું ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આપણ વાંચો:  અક્ષયની ફિલ્મ બજેટ જેટલી પણ કમાણી નહીં કરે

અભિષેકની અપકમિંગ ફિલ્મ

‘કાલીધર લાપતા’ ઉપરાંત, અભિષેક ‘રાજા શિવાજી’ ફિલ્મમાં પણ જોવા મળશે, જેનું ડાયરેક્શન રિતેશ દેશમુખ કરશે. આ ફિલ્મમાં સંજય દત્ત, મહેશ માંજરેકર અને સચિન ખેડેકર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઐતિહાસિક ડ્રામા પર બનાવવામાં આવી છે. અભિષેકના ચાહકો તેની રાહ જોઈ રહ્યા છે. ‘કાલીધર લાપતા’ની જાહેરાતે ચાહકોમાં નવો ઉત્સાહ ભર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button