શ્રદ્ધા કપૂરના મોબાઈલ વૉલપેપર પણ કોનો ફોટો છે? પાપારાઝીએ પકડી પાડી

અભિનેત્રી શ્રદ્ધા કપૂર સ્ત્રી-2 ફિલ્મમાં દેખાઈ હતી. આજકાલ હીરોઈન આમ તો ચર્ચામાં નથી, પરંતુ તાજેતરમાં પાપારાઝીએ તેનો એક વીડિયો વાયરલ કરી તેને ચર્ચામાં લાવી દીધી છે.

અભિનેતા શક્તિ કપૂરની લાડલી શ્રદ્ધા એક સારી અભિનેત્રી સાબિત થઈ ચૂકી છે. શ્રદ્ધા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. શ્રદ્ધાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે હજુ સિંગલ છે, પરંતુ રાહુલ મોદી સાથેના તેનાં સંબંધોની વાતો બોલીવૂડમાં થતી રહે છે. જોકે શ્રદ્ધા કે રાહુલ ક્યારેય ઓફિશિયલી આ વાત જાહેરમાં કહેતા નથી, પણ પાપારાઝીએ તેને પકડી પાડી છે.
હકીકતમાં બન્યુ એવું કે શ્રદ્ધા કપૂર જીમમાંથી બહાર નીકળતી હતી ત્યારે પાપારાઝીઓ ત્યાં હાજર જ હતા. શ્રદ્ધાએ ફોટા કે પોઝ આપાવનું ટાળ્યું અને કારમાં બેસવા ગઈ તેવામાં તેનાં ફોનનો વીડિયો કોઈએ ઉતાર્યો અને તસવીરો પણ ખેંચી. શ્રદ્ધાના મોબાઈલના વૉલપેપર પર રાહુલ મોદી સાથેની તેની રોમાન્ટિક તસવીર હતી. રાહુલે તેને બાથમાં ભરી હોય તેવી તસવીર કેમેરામાં કેદ થઈ હવે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે સાબિત કરે છે કે બન્ને રિલેશનશિપમાં છે.
આ પણ વાંચો…કેમ કેસર કેરીના આંબાઓ કાપવા લાગ્યા છે ખેડૂતો?: સીએમને પણ કરી અપીલ…
જોકે આ પહેલીવાર નથી કે તેમના સંબંધો બહાર આવ્યા હોય. એક લગ્નસમારંભમાં તે રાહુલ સાતે ગઈ હતી તો ઘણીવાર તેઓ આઉટિંગ માટે સાથે જોવા મળ્યા છે. રાહુલ બિઝનેસમેન તો છે જ સાથે સ્ક્રીપ્ટ લખે છે અને ડિરેક્શન પણ કરે છે. હવે શ્રદ્ધા અને રાહુલ ઓફિશિયલી ક્યારે એકબીજાના થાય છે અને શક્તિ કપૂરના ઘરે પણ ત્યારે શરણાઈ વાગે છે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.