નીના ગુપ્તાએ કોને કહ્યું ખબરદાર હિંદી મીડિયમ કહ્યું છે તો…
80 દાયકામાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલો પર રાજ કરનાર બી-ટાઉનની એક્ટ્રેસ નીના ગુપ્તાએ અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવતા હોય છે. હમણાં જ કંઈક એવું થયું કે નીના ગુપ્તાએ ટ્રોલર્સનું મોઢું બંધ કરાવી દીધું હતું.
નીનાએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મજાક ઉડાવનારાઓની બોલતી બંધ કરી દીધી હતી. હાલમાં દેશમાં એવા લોકો છે કે જેમને હિંદી બોલતી વખતે શરમમાં મૂકાઈ જાય છે, જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે જેમને હિંદી બોલતા કે વાંચતા પણ આવડતું નથી તો ઘણી વખત એવું પણ બને છે કે હિંદી બોલનારાઓને નીચા જોણુ થાય છે. આ જ અનુસંધાનમાં નીના ગુપ્તાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે અને ખબરદાર હિંદી મીડિયમ કહ્યું છે તો… એવું કહીને તેમણે ટીકાકારોને ધમકી જ આપી દીધી છે.
આ વીડિયોમાં તેમણે એવું જણાવ્યું હતું કે એક વિષય પર મને ખૂબ જ લાંબા સમયથી વાત કરવી હતી. આજે હું આ સરસમજાના મંચ પર મારા વિચારો વ્યક્ત કરવા માંગુ છું. આપણા દેશમાં કેટલીક એવી ટર્મ્સ છે કે અરે આ તો ટીવી અભિનેત્રી છે. આ ટીવી એક્ટ્રેસને જુઓ. બીજી એક ટર્મ છે કે અરે આ તો હિંદી મીડિયમ છે. એક ટર્મ એવી છે કે અરે આ તો હાથથી જમે છે, ચમચીનો ઉપયોગ નથી કરતી. મને ઘણી વખત લોકો કહે છે કે હું હિંદી મીડિયમ છું, કારણ કે હું હિંદી સારી બોલી લઉં છું અને એ મારી માતૃભાષા છે. મને એટલું જ કહેવું છે કે આપણને આ માટે શરમ ના આવવી જોઈએ.
હું હિંદી મીડિયમ છું એનો મને અભિમાન છે. હું જે રીતે જમું છું, કપડાં પહેરું છું એ બધુ મને ગમે છે અને મને એનો ગર્વ છે. મને ટીવી એક્ટ્રેસ તરીકે પણ કોઈ ઓળખે તો મને એનો આનંદ જ છે. હું એક એક્ટ્રેસ છું પછી હું ટીવી પર કામ કરતી હોવ કે ફિલ્મમાં…. એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
હિંદી ભાષા વિશે નીનાએ આગળ જણાવ્યું હતતું કે આપણે ઘણી વખત થોડા ગુસ્સામાં આવી જઈએ અને હિંદી મીડિયમ કે પોતાને થોડા ઓછા ઉતરતાં માની લઈએ છીએ. આપણે જે કરીએ છીએ એ યોગ્ય કરીએ છીએ એવું લાગે છે તો એનો ગર્વ કરો.
નીના ગુપ્તાના આ વીડિયો પર સેલિબ્રિટીથી લઈને નેટિઝન્સ પણ કમેન્ટ કરી રહ્યા છીએ અને તેમની વાતને સમર્થન આપી રહ્યા છે.