મનોરંજન

એક ચૂટકી સિંદૂર… કોણે લખી હતી આ લાઈન? પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદથી આખો દેશ કહી રહ્યો છે…

ભારતે પહલગામ આંતકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં ઘૂસીને એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. આ કાર્યવાહીમાં ભારતીય સૈન્યએ નવ ઠેકાણે હુમલો કર્યો હતો અને એની સાથે જ તેમણે દુનિયાભરને એ સંદેશો આપ્યો હતો કે ભારત સમય આવ્યે મૂંહતોડ જવાબ આપી શકે છે.

પાકિસ્તાન પર ભારતની આ એરસ્ટ્રાઈકથી પૂરો દેશ ખૂશીથી ઝૂમી ઉઠ્યો હતો. દરેકના મોઢે એક જ વાત છે કે એક ચૂટકીની સિંદૂર. પરંતુ શું તમે જાણો છો કે આ લાઈન બોલીવૂડની એક બ્લોકબસ્ટર ફિલ્મની છે. ચાલો જાણીએ કઈ છે આ ફિલ્મ અને આ ડાયલોગ કોણે લખ્યો હતો. ચાલો જાણીએ કે કોના પર આ ફિલ્માવવામાં આવ્યો હતો.

આપણ વાંચો: BREAKING: ઓપરેશન સિંદૂરથી ફફડ્યું પાકિસ્તાન, પંજાબમાં જાહેર કરી કટોકટી

અત્રે ઉલ્લેખનીય છે કે એક ચૂટકી સિંદૂર.. ડાયલોગ ફરાહ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમનો છે. આ ફિલ્મને રેડ ચિલીઝ એન્ટરટેઈન્ટમેન્ટના બેનર હેઠળ ગૌરી ખાને પ્રોડ્યુસ કરી હતી અને આ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દિપીકા પદુકોણે લીડ રોલ કર્યો હતો અને અર્જુન કપૂરે વિલનનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં ઓમ શાંતિ ઓમ, શ્રેયસ તલપડે અને કિરણ ખેર પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ખૂબ જ સફળ થઈ હતી અને તેના ડાયલોગ પણ ખૂબ જ ફેમસ થયા હતા.

આપણ વાંચો: ભારતના ઓપરેશન સિંદૂર મુદ્દે અમેરિકાથી લઇને યુએઇ સુધીના નેતાઓએ આપી આ પ્રતિક્રિયા…

એક ચૂટકી સિંદૂર ફિલ્મ ડાયલોગ દિપીકા પદુકોણ પણ ફિલ્માવવામાં આવ્હયો હતો. આ ફિલ્મ પુર્નજન્મ પર આધારિત હતી. જેમાં એક સીનમાં દિપીકા પોતાની માંગમાં સિંદૂર ભરવાની એક્ટિંગ કરતા કહે છે કે એક ચૂટકી સિન્દૂર કી કિંમત તૂમ ક્યા જાનો રમેશ બાબુ.. ઈશ્વર કા આશિર્વાદ હતા હૈ એક ચૂટકી સિંદૂર, સુહાગન કે સિર કા તાજ હોતા હૈ એક ચૂટકી સિંદૂર, હર ઔરત કા ખ્વાબ હોતા હૈ એક ચૂટકી સિંદૂર…

અત્રે ઉલ્લેખનીય છે ઓમ શાંતિ ઓમના ફિલ્મના ડાયલોગ મયુર પૂરીએ લખ્યા હતા. આ સિવાયફિલ્મની સ્ટોરી અને પટકથા ફરાહ ખાન અને મુશ્તાક શેખે પણ લખી હતી. આ ફિલ્મના બીજા કેટલાક ડાયલોગ પણ ખૂબ જ ફેમસ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button