રવિવારે બિગ બી સાથે કોણ જલસા બહાર કોણ જોવા મળ્યું? જોઈ લો ફોટો…

મુંબઈઃ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર સતત કંઈકને કંઈક લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એક વખત બિગ બી ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેઓ રવિવારે જલસાની બહાર કોઈની સાથે જોવા મળ્યા હતા એને કારણે. આવો જોઈએ કોણ છે એ ખુશનસીબ કે જેણે બિગ બી સાથે દેખા દેવાનો મોકો મળ્યો-
હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે દર રવિવારે બિગ બી તેમના ફેન્સને મળવા માટે જલસા બંગલાની બહાર આવે છે. આ વખતે પણ તેઓ આ જ રીતે ફેન્સનું અભિવાદન કરવા માટે બહાર આવ્યા હતા પરંતુ આ વખતે તેઓ એકલા નહીં પણ કોઈની સાથે જોવા મળ્યા હતા. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બિગ બીનો દોહિત્ર અને ફિલ્મ આર્ચીઝનો સ્ટાર અગત્સ્ય નંદા હતો.

81 વર્ષીય અભિનેતાએ આ ઈવેન્ટના ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા અને લખ્યું હતું કે મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે અને એક લિગસી ચાલી આવે છે પિતાથી પુત્રમાં અને પુત્રથી પુત્ર અને પછી ગ્રાન્ડસન… બચ્ચને આ પ્રસંગે પિતા હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચનને યાદ કર્યા હતા.
તેમણે લખ્યું હતું કે પિતાા વિચારો અને એમના શબ્દોને યાદ કર્યા વિના એક પણ દિવસ પસાર થયો હોય એવું નથી બન્યું અને માતા પાસેથી પોતાની જાત પર વિશ્વાસ કરવાની શીખ હંમેશા જ મારા મનમાં તાજી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગત્સ્ય નંદાએ બિગ બીની દીકરી શ્વેતા બચ્ચચનો દીકરો છે અને હાલમાં જ તેની ફિલ્મ આર્ચીઝ રિલીઝ થઈ છે. આ ફિલ્મને લોકો ખૂબ જ વખાણી રહ્યા છે.