મનોરંજન

અભિષેક બચ્ચન સાથે છુટાછેડા વચ્ચે આ કોની સાથે ડાન્સ કરતી જોવા મળી ઐશ્વર્યા?

બોલીવૂડનું મોસ્ટ પાવરફૂલ ફેમિલીમાંથી એક એવું બચ્ચન ફેમિલી છેલ્લાં કેટલાક સમયથી પરિવારમાં પડેલાં ભંગાણ અને વિખવાદોને કારણે લાઈમલાઈટમાં રહે છે. ઈન્ડસ્ટ્રીમાં તો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના છુટાછેડાની ચર્ચા ચાલી રહી છે, પણ બંનેમાંથી કોઈ ખુલીને કંઈ બોલવા માટે તૈયાર નથી.

આ બધી ચર્ચાઓ અને અફવાઓ વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશબેબી કોઈ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આવો જોઈએ ક્યાંનો છે આ વીડિયો અને આખરે કોણ છે જેની સાથે ઐશ્વર્યા રાય-બચ્ચન ડાન્સ કરતી જોવા મળશે.

વાત જાણે એમ છે કે ઐશ્વર્યા રાય-બચ્ચનનો આ વાઈરલ થઈ રહેલો વીડિયો જૂનો છે અને આ વીડિયોમાં તે પોતાની દીકરી આરાધ્યા સાથે રાજસ્થાની ફોક ડાન્સ શિખવાડતી અને કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ઐશ્વર્યા આરાધ્યાને ઘુમ્મરના સ્ટેપ્સ શિખવાડી રહી છે અને પોતે પણ ડાન્સ કરી રહી છે.

એક તરફ જ્યાં ઐશ્વર્યા અને અભિષેકના સંબંધોમાં પડેલી તિરાડની વાતો થઈ રહી છે એવામાં ઐશ્વર્યાનો આ આરાધ્યા સાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આરાધ્યા મમ્મી ઐશ્વર્યાની ખૂબ જ નજીક છે અને તે અવારનવાર તેની સાથે સ્પોટ પણ થતી હોય છે.

દરમિયાન ઈન્ડસ્ટ્રીમાં એવી વાતો પણ થઈ રહી છે કે ઐશ્વર્યા અને બચ્ચન પરિવારથી અલગ પોતાની માતાને ઘરે જ રહે છે. હવે જોવાની વાત તો એ છે કે આખરે માંઝરો છે શું અને કેમ ઐશ્વર્યા બચ્ચન પરિવારથી અને બચ્ચન પરિવાર પણ ઐશ્વર્યાથી સેફ ડિસ્ટન્સ પર રહેવાનું પસંદ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button