આંદામાનમાં સોનાક્ષી સિંહાએ કોની સાથે ડૂબકી લગાવી, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ
બૉલીવુડની દંબગ અભિનેત્રી તરીકે જાણીતી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં અંદામાનમાં વેકેશન મનાવી રહી છે અને તે પોતાના કથિત બૉયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે મસ્તીની પળો વીતાવી રહી છે, ત્યારે તેના વાઈરલ પોસ્ટને લઈને લોકો જુદા જુદા તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે.
સોનાક્ષીએ અમુક નિરાંતની પળોની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર પણ પોતાના ચાહકો સાથે શેર કરી છે, જેમાં તે સ્કૂબા ડાઇવિંગ કરતી નજરે ચઢે છે. આંદામાનના સુંદર એવા દરિયામાં ઝહીર ઇકબાલ સાથે સ્કૂબા કરી રહેલી સોનાક્ષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરોમાં સોનાક્ષી અને ઝહીર આંદામાનના દરિયામાં અંડરવૉટર સ્વિમિંગ-સ્કૂબા ડાઇવિંગ કરતા અને દરિયાઇ સૃષ્ટીનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ પર સોનાક્ષીએ પોસ્ટ મૂક્યા પછી લોકોએ ગજબની પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં તેને લગ્ન કરવાની પણ લોકોએ સલાહ આપી હતી, જ્યારે અમુક યૂઝરે લખ્યું હતું કે નઝર ના લગેં. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાએ સર્ટિફાઇડ સ્કૂબા ડાઇવર છે અને તેના દરિયાઈસૃષ્ટી પ્રત્યેનો પ્રેમ પણ જગજાહેર છે. આ વખતે તેણે ઝહીરને પણ સમુદ્રના પેટાળમાં રહેલી સુંદરતાનો નજારો દેખાડવાનું નક્કી કર્યું હોય અને એટલે પોતાની સાથે તેને સ્કૂબા ડાઇવિંગ માટે સાથે લઇ ગઇ હોય એમ જણાયું હતું.
દબંગ સ્ટાર સોનાક્ષી સિંહાના વર્કફ્રન્ટની વાત કરીએ તો આગામી ફિલ્મમાં અક્ષય કુમારની સાથે જોવા મળશે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયાં, છોટે મિયાંમાં જોવા મળશે. આ ઉપરાંત, હાઉસફુલ-5માં પણ જોવા મળી શકે છે.