મલાઈકા અરોરાને કોણે મોકલાવી ક્રિસમસની ગિફ્ટ? એક્ટ્રેસે શેર કર્યો વીડિયો…

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ક્રિસમસની જ ધૂમ જોવા મળી રહી છે અને બી-ટાઉનના સેલેબ્સ પણ એકબીજાને ક્રિસમસની ભેટ મોકલાવીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ જ અનુસંધાનમાં મલાઈકા અરોરાએ પણ પોતાને મળેલી ક્રિસમસની સ્પેશિયલ ગિફ્ટનો સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, કારણ કે આ ગિફ્ટ બીજા કોઈએ નહીં પણ સલમાન ખાને મોકલાવી છે. મલાઈકાની પોસ્ટ પર યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે.
મલાઈકાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં મલાઈકાએ સલમાન ખાન દ્વારા મોકલવામાં આવેલી ભેટની ઝલક દેખાડી છે. સલમાને મલાઈકાને એક બોક્સમાં ચોકલેટ, એક સાંતા ટોપી અને બીજી અનેક વસ્તુઓ મોકલાવી હતી. એટલું જ નહીં આ ગિફ્ટની સાથે એક સ્પેશિયલ નોટ પણ મોકલાવી છે.
સલમાન અને એની ટીમે મોકલાવેની નોટમાં લખ્યું છે કે તમને પ્રેમ અને ઉત્સાહથી ભરપૂર ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા. તમારી અતૂટ મિત્રતા અને સમર્થન માટે અમારી તરફથી એક નાનકડી ભેટ. આશા રાખીએ છીએ કે આ ભેટ તમારા ચહેરા પર સ્મિત લાવશે અને જે રીતે તમારી હાજરી અમારા ચહેરાને રોશન કરે છે.
મલાઈકાએ આ ગિફ્ટનો વીડિયો સેર કરીને સુંદર ભેટ મોકલાવવા માટે આભાર પણ માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છુટાછેડા થયા છે ત્યારથી ખાન પરિવારનો કોઈ પણ સભ્ય મલાઈકા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાનું પસંદ નથી કરતો.
મલાઈકા હાલમાં એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી હોવાનું કહેવાય છે અને બંને જણ એકબીજા સાથે અવારનવાર જોવા મળતાં હોય છે. એટલું જ નહીં બંને જણ સોશિયલ મીડિયા પર એકબીજાના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે.