મનોરંજન

તમન્ના સાથે બ્રેક અપને હજુ તો મહિનો નથી થયો ત્યાં વિજય વર્માનું આ અભિનેત્રી સાથે ઈલુઈલુ

એક સમયે પોતાની પ્રેમિકા કે પ્રેમી જો બીજા સાથે પરણી જાય કે છૂટ્ટા પડી જાય તો લોકો દેવદાસ બની જતા અને તેની યાદોમાં જીવન વિતાવી નાખતા, પણ આજે તો પ્રેમ કરવો કે બ્રેક અપ કરવું કંઈ નવી વાત રહી નથી. ખાસ કરીને ફિલ્મી હસ્તીઓએ અફેર્સ મામલે એકદમ સ્પિડ પકડી લીધી છે.

વાત કરીએ વિજય વર્માની તો ઓટીટી પ્લેટફોર્મને લીધે સ્ટાર બની ગયેલા આ કલાકારનો બાહુબલી-1ની અભિનેત્રી તમન્ના ભાટિયા સાથે અફેર હતો અને જોરશોરથી લગ્નની વાતો ચાલતી હતી. લસ્ટ સ્ટોરીમાં બન્નેએ સાથે કામ કર્યું હતું અને તેમની પ્રેમકહાની શરૂ થઈ હતી. હજુ મહિના પહેલા બન્ને વચ્ચેનો ખટરાગ બહાર આવ્યો અને તેમણે પછીથી બ્રેક અપની જાહેરાત કરી. હજુ તો જે ફેન્સને આ જોડી ગમતી હતી કે અફસોસ કરે ત્યાં જ વિજય વર્માની નવી રિલેશનશિપ બહાર આવી છે. વિજય અને અભિનેત્રી ફાતિમા સના એકબીજાને ડેટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બન્નેને કેફેમાં સાથે જોનારા લોકોનું માનવાનું છે કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે.

બન્ને ગુશ્તાખ ઈશ્ક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. જોકે બન્નેમાંથી કોઈએ આ રિલેશનશિપની કોી જાહેરાત કરી નથી, પણ ગૉસિપ માર્કેટમા બન્ને હૉટ ફેવરીટ બની ગયા છે.

સનાનું નામ અગાઉ આમિર ખાન સાથે જોડાયું હતું, પરંતુ આમિરે ગૌરી સપ્રૈટ સાથેના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી આ બધુ અટકળો પર ફુલસ્ટોપ મૂકી દીધો. હવે ફાતિમા સના અને વિજય વર્મા વચ્ચે ખરેખર શું સંબંધો છે તે ખબર પડતા વાર નહીં લાગે.

ફિલ્મી કલાકારો એકાદ ફિલ્મના સેટ પર મળે, પ્રેમ થાય, જગજાહેર કરે અને ફિલ્મ રિલિઝ ન થાય ત્યાં સુધીમાં તો બ્રેક અપ પણ થઈ ગયું હોય. હવે આ નવી જોડી જો રિલેશનશિપમાં હોય તો આશા રાખીએ કે આ સંબંધ લાંબો ટકે.

આ પણ વાંચો…ટીવીની નાગિને રાતે સમુદ્ર કિનારા પર બેકલેસ આઉટફિટમાં કરાવ્યું એવું ફોટોશૂટ કે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button