'ક્યોંકિ સાંસ ભી કભી બહું થી'માં થશે નવા ડૅશિંગ વિલનની એન્ટ્રી, કોણ છે આ નવો યુવા કલાકાર? | મુંબઈ સમાચાર

‘ક્યોંકિ સાંસ ભી કભી બહું થી’માં થશે નવા ડૅશિંગ વિલનની એન્ટ્રી, કોણ છે આ નવો યુવા કલાકાર?

મુંબઈ: ગૃહિણીઓની પ્રિય ‘ક્યોંકિ સાંસ ભી કભી બહું થી’ સીરિયલ ફરી એકવાર ટીવી પર પાછી આવી છે. લાંબા બ્રેક બાદ સ્મૃતિ ઈરાનીએ આ સીરિયલથી પોતાના ટીવી કરિયરની સફર ફરીથી શરૂ કરી છે.

ફરીથી શરૂ થયેલી સીરિયલમાં જૂના પાત્રોની સાથોસાથ નવા પાત્રો પણ જોવા મળી રહ્યા છે. આ સીરિયલમાં વિલનના પાત્ર માટે એક નવા કલાકારની પસંદગી કરવામાં આવી છે. આ કલાકાર કોણ હશે? આવો જાણીએ.

આપણ વાંચો: ક્યુંકી સાસ ભી કભી બહુ થી સીરિયલમાં ફરી જોવા મળશે સ્મૃતિ ઈરાની? જાણો શું કહે છે સૂત્રો…

સીરિયલનો નવો વિલન કોણ છે?

‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ સીરિયલની બીજી સીઝન શરૂ થયાને 4 દિવસ વિતી ગયા છે. હવે સીરિયલમાં વિલનની એન્ટ્રી થવા જઈ રહી છે. આ સીરિયલમાં ‘બિરેન પટેલ’નું પાત્ર નેગેટિવ રોલમાં જોવા મળશે.

જે ખૂબ અમીર હશે. આ પાત્ર માટે ઉત્તરાખંડના યુવા કલાકાર અંકિત ભાટિયાની પસંદગી કરવામાં આવી છે. ‘ક્યોંકિ સાંસ ભી કભી બહું થી 2’માં અંકિત ભાટિયા સુટ-બુટમાં એક જેન્ટલમેનના વેશમાં જોવા મળશે.

આપણ વાંચો: “દીકરાને ટીવી સીરિયલમાં રોલ આપીશ” કહીને કચ્છનાં દંપતી સાથે 25.10 લાખની છેતરપિંડી

અંકિત ભાટિયા વાસ્તવિક જીવનમાં પણ એક જેન્ટલમેન તરીકે રહે છે. જેનો અંદાજ તેમની ડ્રેસિંગ સેન્સ પરથી લગાવી શકાય છે. ઇન્સ્ટાગ્રામ પરના તેના સ્ટાયલીશ ફોટો લોકોનું મન મોહી લે તેવા છે.

અંકિતનો ટક્સીડો પહેરેલો ફોટો તથા વ્હાઈટ શૂટ પહેરોલો ફોટોમાં તેનો ડેશિંગ-ક્લાસી લૂક જોવા મળશે. ઇન્સ્ટાગ્રામ પર તમને જીન્સ અને હાફ સ્લીવ્સ શર્ટમાં અંકિતનો તમને કેઝ્યુઅલ લૂક પણ જોવા મળશે.

આપણ વાંચો: દૂરદર્શનના કાળની એ ટીવી સિરિયલ, જે પાંચ વર્ષ ચાલી અને ઘરે ઘરે જોવાતી હતી

અંકિત ભાટિયાએ રૈંપ પર પણ પોતાનો ચાર્મ બતાવ્યો છે. કલરફૂલ સ્ટ્રિપ્સવાળુ બ્લેઝર અને તેની અંદર પેન્ટ પહેરીને અંકિતે રૈંપ વોક પણ કર્યું હતું.

આ સિવાય પણ અંકિતના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના એવા ઘણા ફોટોસ છે, જેમાં તેનો લૂક એકદમ બેઝિક, કેઝ્યુઅલ અને હેન્ડસમ વાઈબ્સ આપે છે. તેના ધોતી પહેરેલા ફોટોસ પણ મનમોહક છે. આમ, અંકિત ભાટિયાની ડ્રેસિંગ સેન્સ તેને એક મોડલની સમકક્ષ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, અંકિત ભાટિયા છેલ્લા ચાર વર્ષથી ‘ભાગ્યલક્ષ્મી’ સીરિયલમાં કામ કરી રહ્યો છે. હવે તે ‘ક્યોંકિ સાંસ ભી કભી બહું થી’ની બીજી સીઝનમાં જોવા મળશે. દર્શકો આ ડેશિંગ લૂક ધરાવતા હેન્ડસમ વિલનને જોવા માટે આતૂર થઈ રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button