આ ટીવીની એક્ટ્રેસે પાછળ છોડ્યા બોલીવુડના દિગ્ગજ કલાકારોને, જાણો કેટલા છે ફોલોવર્સ…

આજે ઇન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ એટલે સુપરસ્ટારની ઓળખ! આ રેસમાં ઘણી ટીવી એક્ટ્રેસે બોલિવુડના મોટા નામોને ધૂળ ચટાવી દીધી છે. અનુષ્કા સેન, જન્નત ઝુબૈર કે મૌની રોય – આ એક્ટ્રસ ફેન આર્મી જોઈને તમે ચોંકી જશો. ચાલો, જાણીએ હાલ કોણ છે નંબર-1 અને ટોપ-5માં કોણ-કોણ છે!
જન્નત ઝુબૈર

‘ખતરોં કે ખિલાડી’ પછી જન્નતે OTT પર પણ ધમાલ મચાવી છે. થોડા સમય પહેલા રિયલીટી શો ‘ધ ટ્રેટર્સ’માં દેખાઈ હતી. આ એક્ટ્રેસની દરેક રીલ પર લાખો લાઇક્સ અને કોમેન્ટ્સ આવ છે. જન્નતના હાલ 50.6 મિલિયન ફોલોઅર્સ સાથે જન્નત આજે ઇન્સ્ટાની અસલ ક્વીન છે.

અનુષ્કા સેન
બાળ કલાકારથી પોતાના કરિયરની શરૂઆત કરનારી અનુષ્કા પાછલા ઘણા સમયથી ટીવીથી દૂર છે, પણ રીલ્સની દુનિયામાં રાજ કરી રહી છે. અનુષ્કા એક જ ફોટો પોસ્ટ કરે તો વાયરલ થઈ જાઈ છે. તાજેતરમાં તેને કોરિયન ફિલ્મમાં પણ કામ કર્યું હતું. 39.2 મિલિયન ફોલોઅર્સ તેની લોકપ્રિયતાની ગવાહી આપે છે.
મૌની રોય

નાગિનથી બ્રહ્માસ્ત્ર સુધીની સફર કરનારી મૌનીની ગ્લેમરસ તસવીરો અને ડાન્સ રીલ્સ લોકોને દિવાના બનાવે છે. ટીવી હોય કે બોલીવુડ, ઇન્સ્ટા પર તેનું જલવો અલગ જ છે. મૌની રોયના હાલ ઈન્ટાગ્રામ પર 34.5 મીલિયન ફોલોવર્સ છે.
અન્ય ટોચની એક્ટ્રેસ

અવનીત કૌર (31.5 મિલિયન) હવે બોલીવુડ ફિલ્મોમાં ચમકે છે. દિવ્યાંકા ત્રિપાઠી (25.8 મિલિયન)ને ટીવી ક્વીન કહેવાય છે. હિના ખાન (19.9 મિલિયન) ‘પતિ પત્ની ઔર પંગા’માં જોવા મળી રહી છે, જ્યારે જેનિફર વિંગેટ (18.4 મિલિયન) હજુ પણ ફેન્સની ફેવરિટ છે.



