બોલીવુડમાં સૌથી પહેલા એક કરોડની ફી લેનાર અભિનેતા કોણ? 99 ટકા જાણતા નથી | મુંબઈ સમાચાર

બોલીવુડમાં સૌથી પહેલા એક કરોડની ફી લેનાર અભિનેતા કોણ? 99 ટકા જાણતા નથી

મુંબઈ: આજના સમયમાં બોલીવૂડના અભિનેતા-અભિનેત્રીઓ એક ફિલ્મ કરવાની કરોડો રૂપિયા ફી વસૂલે છે. જેની કોઈ નવાઈ રહી નથી. પરંતુ શું તમે જાણો છો કે, બોલીવૂડમાં સૌથી પહેલા ક્યા અભિનેતાને 1 કરોડ રૂપિયા ફીની ઓફર કરવામાં આવી હતી જો તમે નથી જાણતા તો આ વાચી લો આ માહિતી.

સૌથી પહેલા 1 કરોડ રૂપિયા ફી કોને મળી?

1990માં કેસી બોકાડિયા નામના નિર્માતાએ ‘આજ કા અર્જુન’ ફિલ્મ બનાવી હતી. એ સમયે 1 કરોડ રૂપિયા ફી વસૂલતો હોય એવો કોઈ સ્ટાર નહોતો. પરંતુ બોલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચનની પ્રતિભાને જોઈને ફિલ્મના નિર્માતા કેસી બોકાડિયાએ 1 કરોડ રૂપિયા ફી આપવાની ઓફર કરી હતી. નેવુંના દાયકામાં 1 કરોડ રૂપિયા ખૂબ મોટી રકમ ગણાતી હતી.

આપણ વાંચો: કોણે કહ્યું હતું જયાજી સાથે લગ્ન કરવા માટે, જાણો કોણે પૂછ્યો અમિતાભ બચ્ચનને આવો સવાલ?

બોલીવુડમાં નિર્માતા તરીકે નામના મેળવ્યા બાદ કેસી બોકડિયાએ દિગ્દર્શનમાં ઝંપલાવ્યું હતું. ‘આજ કા અર્જુન’ એ દિગ્દર્શક તરીકેની તેમની પહેલી ફિલ્મ હતી. પોતાની પહેલી ફિલ્મમાં તેઓ અમિતાભ બચ્ચનને મુખ્ય ભુમિકા ભજવે એવું ઈચ્છતા હતા. જેથી તેમણે અમિતાભ બચ્ચનના મેનેજરનો સંપર્ક કર્યો હતો.

બચ્ચને લીધી માત્ર 70 લાખ રૂપિયા ફી

કેસી બોકડિયા નવોદિત દિગ્દર્શક હતા. તેથી અમિતાભ બચ્ચનના મેનેજર તેમની સાથે વાત કરવામાં સંકોચ અનુભવતા હતા. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કેસી બોકાડિયાએ આનો ઉલ્લેખ પણ કર્યો હતો.

આપણ વાંચો: અમિતાભ બચ્ચને અભિષેકની ફિલ્મની પ્રશંસા કરીને લખ્યું કે…

કેસી બોકાડિયાએ જણાવ્યું હતું કે તે સમયે અમિતાભ બચ્ચને 70 લાખ રૂપિયા ફી લેતા હતા. પરંતુ તેમના મેનેજરે મને તેમની 80 લાખ રૂપિયા ફી કહી હતી.

આની પાછળનો હેતુ હું અમિતાભ બચ્ચને બદલે અન્ય અભિનેતાને પસંદ કરવાનો હતો, પરંતુ મેં અમિતાભ બચ્ચનને 1 કરોડ રૂપિયા ફીની ઓફર કરી હતી, જેથી અમિતાભ બચ્ચન ‘ના’ પાડી શક્યા નહોતા, ત્યાર બાદ અમિતાભ બચ્ચન અને કેસી બોકાડિયા વચ્ચે સારા સંબંધો પ્રસ્થાપિત થઈ ગયા હતા, જેથી અમિતાભ બચ્ચને માત્ર 70 લાખ રૂપિયા જ ફી લીધી હતી.

બોક્સ ઓફિસ પર ‘સુપરહિટ’ સાબિત થઈ ફિલ્મ

ઉલ્લેખનીય છે કે 3.50 કરોડ રૂપિયામાં બનેલી ‘આજ કા અર્જુન’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘સુપરહિટ’ સાબિત થઈ હતી. આ ફિલ્મે 7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે જયા પ્રદા, અમરીશ પુરી, સુરેશ ઓબેરોય, કિરણ કુમાર જેવા કલાકારોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button