સારા અલી ખાન કોને કરી રહી છે ડેટ, જુઓ વાયરલ વીડિયો

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન તેની ફિલ્મ ‘મેટ્રો ઇન ડેઝ’ની સફળતા બાદ ફરી ચર્ચામાં આવી છે, આ વખતે પ્રોફેશનલ લાઈફની જગ્યા પર પર્સનલ લાઈને લઈ લોકોની ચર્ચાનું કેન્દ્ર બની છે. તાજેતરમાં સારા અલી ખાન ગુરુદ્વારામાં જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો પ્રમાણે આ વીડિયોમાં સારા તેના કથિત બોયફ્રેન્ડ અર્જુન પ્રતાપ બાજવા સાથે જોવા મળી હતી. આ ઘટનાએ તેમના સિક્રેટ રિલેશનશિપ અફવાઓને વધુ વેગ આપ્યો છે.
તાજેતરમાં જ સારા અલી ખાન અને અર્જુન પ્રતાપ બાજવા ગુરુદ્વારામાં સાથે જોવા મળ્યા હતા. જેનો વીડિયો પેપરાઝીએ શેર કર્યો હતો. આ વીડિયોમાં સારા સફેદ સૂટ અને માથે દુપટ્ટો ઓઢીને સાદગીભર્યા અંદાજમાં દેખાઈ હતી. સારાના આ અંદાજને પણ ચાહકોએ ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. તેમની સાથે અર્જુન પણ હતા, પરંતુ બંનેએ સાથે પોઝ આપ્યો નહોતો. ચાહકોએ કમેન્ટ સેક્શનમાં બંનેને ‘બેસ્ટ જોડી’ ગણાવી, જ્યારે કેટલાકે ગોપનીયતાના અભાવ અને ગુપ્ત રીતે વીડિયો બનાવવા બદલ ચિંતા વ્યક્ત કરી. લોકોએ કહ્યું કે સેલિબ્રિટીની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.
સારા અને અર્જુનના ડેટિંગની અફવાઓ ઓક્ટોબર 2024માં શરૂ થઈ, જ્યારે બંને કેદારનાથના દર્શન માટે સાથે ગયા હતા. સારાને કેદારનાથ સાથે ખાસ લગાવ છે, અને તે અવારનવાર ત્યાં જાય છે. ડિસેમ્બરમાં બંનેની સોશિયલ મીડિયા પોસ્ટથી એવું લાગ્યું કે તેઓ રાજસ્થાનમાં સાથે રજાઓ મજા મણતા હતા, કારણ કે બંનેએ એક જ સ્થળેથી ફોટા શેર કર્યા હતા. જોકે, સારા અને અર્જુને હજી સુધી આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચાહકો માને છે કે બંને સિક્રેટ રિલેશનશીપમાં છે અને યોગ્ય સમયે તેને જાહેર કરશે.
અર્જુન પ્રતાપ બાજવા કોણ છે?
અર્જુન પ્રતાપ બાજવા એક જાણીતા મોડેલ અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ફાઇટર છે. તેઓ પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ફતેહ જંગ સિંઘ બાજવાના પુત્ર છે. અર્જુને બોલિવૂડમાં અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઇઝ બ્લિંગ’માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. તેઓ અભિનયમાં પણ કરિયર બનાવવા માંગે છે અને હાલમાં તેમના કેટલાક પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. અગાઉ અર્જુને ડેટિંગની અફવાઓ પર ચુપ્પી તોડતા કહ્યું હતું, “આ બધું માત્ર અફવાઓ છે. હું સાદું જીવન જીવું છું અને આવી વાતોથી મને કોઈ ફરક નથી પડતો.”