Salman Khan કે Ranbir Kapoor લગ્ન માટે કોણ છે Mr. Perfect? Katrina Kaifએ કહ્યું…
હાલમાં Mrs. Kaushal બની ગયેલી Bollywood Actress Katrina Kaifનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે લગ્ન માટે તેના એક્સ બોયફ્રેન્ડ રહી ચૂકેલા બોલીવુડના ભાઈજાન Salman Khan કે ચોકલેટી બોય Ranbir Kapoorમાંથી કોણ વધુ યોગ્ય છે એનો ખુલાસો કરતી જોવા મળી રહી છે. જોકે વાઈરલ થઈ રહેલા આ વીડિયોને કારણે એવું બિલકુલ માની લેવાની જરૂર નથી કે Vicky Kaushal અને તેની વચ્ચે કોઈ જરૂર નથી કારણ કે Katrina Kaifનો aa વીડિયો ખૂબ જ જૂનો છે. આવો જોઈએ Katrina Kaifને કોણ Mr. Right લાગે છે?
મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો 14 વર્ષ જૂનો છે. ખાસ વાત તો એ છે કે આ વીડિયોમાં Katrina Kaif સાથે Ranbir Kapoor પણ જોવા મળી રહ્યો છે. આ વિડીયો 2010માં આવેલી ફિલ્મ Rajneetiના સમયનો છે. આ ફિલ્મમાં Ranbir Kapoor, Katrina Kaif અને Arjun Rampal પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન રણબીર અને કેટરીના એક શો પર પહોંચ્યા હતા જ્યાં તેને લગ્નને લઈને આવો સવાલ કરવામાં આવ્યો હતો.
ઓડિયન્સ સાથેના સવાલ જવાબના સેશન દરમિયાન એક બાળક કેટરીનાને પૂછે છે કે તમે રણબીર કપૂર સાથે લગ્ન કરશો કે સલમાન ખાન સાથે? આ સવાલનો જવાબ કેટબેબી આપે એ પહેલાં જ લોકો હસી પડે છે અને કેટનું રિએકશન પણ હસવા જેવું જ હોય છે. બાળકના આ સવાલના જવાબમાં કેટરીના કહે છે કે હું બંને સાથે નહીં પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું, આવી જા… આવું કહીને કેટરીના કૈફ એ બાળકને ગળે લગાવી લે છે. કેટરીના કૈફનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2021માં કેટરીનાએ વિકી કૌશલ સાથે અને આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. આ બંને કપલને દર્શકોનો પ્રેમ મળતો જ રહે છે. આલિયા અને રણબીર તેમ જ કેટરિના અને વિકી કૌશલ અવાર નવાર સોશિયલ મીડિયા પર એકબીજા ફોટો શેર કરીને લોકોને કપલ ગોલ્સ આપતાં હોય છે.