'કાંતારા: અ લિજેન્ડ - ચેપ્ટર 1'માં આ અભિનેતાએ લોકોને ખડખડાટ હસાવ્યા, પરંતુ… | મુંબઈ સમાચાર
મનોરંજન

‘કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1’માં આ અભિનેતાએ લોકોને ખડખડાટ હસાવ્યા, પરંતુ…

મુંબઈ: ઋષભ શેટ્ટીની ફિલ્મ “કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1″ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે અને ફિલ્મના કલાકારોના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઋષભ શેટ્ટીનો અભિનય સ્ક્રીન પર અને સ્ક્રીન બહાર બંને રીતે ચર્ચામાં છે, પરંતુ ફિલ્મની આ સફળતા વચ્ચે ફિલ્મના એક પાત્રની ખૂબ ચર્ચા થઈ રહી છે.

કારણ કે આ પાત્રએ ફિલ્મમાં દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. જોકે, આ પાત્ર ભજવનાર અભિનેતા ફિલ્મ રિલીઝ થતા પહેલા જ દુનિયા છોડી ચૂક્યો છે.

આપણ વાંચો: ‘કાંતારા’ની ₹700 કરોડની સફળતા છતાં ઋષભ શેટ્ટીએ બધું છોડીને પોતાના ગામમાં વસવાટ કર્યો, જાણો કારણ

‘પેપ્પી’નું પાત્ર ભજવાનાર રાકેશ પૂજારી કોણ છે?

રાકેશ પૂજારી પહેલીવાર લોકપ્રિય કન્નડ શો “કોમેડી ખલાડીગાલુ” માં દેખાયા ત્યારે જાણીતા બન્યા હતા. તેઓએ આ શોની બીજી સીઝનમાં રનર-અપ રહીને અને 2020 માં શો જીતીને પોતાના કોમિક ટાઇમિંગથી દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. ત્યારબાદ તેને અનેક ફિલ્મોમાં કામ મળ્યું હતું. તાજેતરમાં આવેલી ફિલ્મ “કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1″માં પણ તે પેપ્પીના આઇકોનિક પાત્રમાં જોવા મળ્યો છે.

આપણ વાંચો: કાંતારાની સામે ફિકો પડ્યો વરુણનો ચાર્મ! જાણો બંને ફિલ્મે કેટલી કરી કમાણી

જોકે ‘કાંતારા ચેપ્ટર 1’ એક ગંભીર ફિલ્મ છે. પરંતુ રાકેશ પૂજારીનું અતિ આત્મવિશ્વાસથી ભરેલી અને ડરપોકથી ભરેલું પાત્ર પેપ્પી સતત દર્શકોને હસાવી રહ્યું છે. દુઃખની વાત એ છે કે, રાકેશ પૂજારીનું નિધન આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ, મે 2025 માં થઈ ગયું હતું.

મે, 2025 ના રોજ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું, જ્યારે તેઓ એક મિત્રના મહેંદી સમારંભમાં હાજરી આપી રહ્યા હતા. 34 વર્ષની નાની ઉંમરે તેમનું અવસાન થતાં સિનેમા જગતમાં શોક છવાયો હતો. આજે “કાંતારા: અ લિજેન્ડ – ચેપ્ટર 1” ફિલ્મ સફળતાના શિખરો સર કરી રહી છે. ફિલ્મના અન્ય કલાકારો તેની ઉજવણી કરવાની સાથોસાથ રાકેશ પૂજારીને પણ યાદ કરી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button