મનોરંજન

કોણ છે પ્રાજક્તા માળી? ચર્ચાસ્પદ બનેલી આ મરાઠી અભિનેત્રી વિશે જાણવા કેમ છે લોકો આતુર

સોશિયલ મીડિયામાં ક્યારે કોણ ક્યા કારણોસર ટ્રેન્ડ્સમાં આવી જાય અને લોકો કોને સર્ચ કરતા થઈ જાય તે ખબર પડતી નથી. હાલમાં ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે મરાઠી અભિનેત્રી પ્રાજક્તા માળી બદલ કરેલા નિવેદનનો મામલો ભારે ગરમાયો છે અને મહિલા આયોગ સુધી પહોંચ્યો છે ત્યારે ઈન્ટરનેટ પર પ્રાજક્તા માળી વિશે લોકો સર્ચ કરતા થઈ ગયા છે.
પ્રાજ્કતા માળી જાણીતો મરાઠી ચહેરો છે. ટીવી રિયાલિટી શૉની એંકર, અભિનેત્રી સાથે તેણે દિગ્દિર્શન પણ કર્યું છે.

પ્રાજક્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 22 લાખ 78 હજારથી વધુ ફોલોઅર્સ છે. ત્યાં તે તેના ફોટોશૂટના વીડિયો, તેના પ્રવાસના ફોટા પોસ્ટ કરીને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તાજેતરમાં જ તેણે ગુજરાતના સોમનાથ અને દ્વારકાની મુલાકાત લીધી હતી અને પોસ્ટ મૂકી હતી.

આ પણ વાંચો: સુરેશ ધસે જાહેરમાં માફી માંગવી જોઈએ; પ્રાજક્તા માળી મહિલા પંચમાં ફરિયાદ કરશે

પ્રાજક્તા ઘણા મેગેઝીનના કવર પર ચમકી ચૂકી છે અને ઘણી બ્રાન્ડ માટે કામ કર્યું છે. પ્રાજક્તા પાસે પોતાની પ્રાજક્તાઝ નામની જ્વેલરી બ્રાન્ડ પણ છે. આ બ્રાન્ડ દ્વારા તે સોના, ચાંદી અને કોપર લેમિનેટેડ જ્વેલરી વેચે છે.

સંપત્તિની વાત કરીએ તો મુંબઈમાં ઘર ઉપરાંત તેણે કર્જતમાં એક મોટું ફાર્મહાઉસ લીધું છે. આ ફાર્મહાઉસ 3 BHK છે અને તે 15 થી 20 લોકો રહી શકે તેટલું મોટું છે. આ ફાર્મહાઉસનું નામ ‘પ્રાજક્તકુંજ’ છે. એક રિપોર્ટ અનુસાર, 2022માં પ્રાજક્તા માલીની નેટવર્થ 35થી 40 કરોડ રૂપિયાની વચ્ચે હતી. તેમાં ચોક્કસ વધારો થયો છે.

આ પણ વાંચો: અભિનેત્રી પ્રાજક્તા માળી અંગે ભાજપના વિધાનસભ્યની ટિપ્પણી પરનો વિવાદ…

પ્રાજક્તા માલીએ ‘ડુ, ડોક્યાલા શોટ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી, ફુલવંતી અને અન્ય ફિલ્મોમાં કામ કર્યું છે.
પ્રાજક્તાએ સૌથી પહેલા મરાઠી ઈન્ડિયન આઈડોલમાં એન્કર તરીકે રંગ જમાવ્યો. હાલમાં તે ખૂબ જ પ્રસિદ્ધ મરાઠી શૉ મહારાષ્ટ્ર ચી હાસ્યજત્રામાં એન્કર તરીકે રંગ જમાવે છે અને તેની ફેન ફોલોઈંગ ખૂબ જ વધી ગઈ છે. 2022માં તેની વેબ સિરિઝ રાન બઝારમાં પણ તેનો ્ભિનય વખણાયો હતો.

જોકે હાલમાં તે અલગ જ મામલે ચર્ચામાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button