મનોરંજન

કોણ છે ખુશી મુખર્જી? વાયરલ વીડિયોથી કમાયા ₹ 10 કરોડ, જાણો તેની કુલ સંપત્તિ

ઉર્ફી જાવેદ અને કંગના શર્મા પછી ઇન્ટરનેટ પર જેની ટીકા થઈ રહી છે તે ખુશી મુખર્જી છે. તે તેના અભદ્ર ડ્રેસિંગને કારણે સમાચારમાં રહી છે. ફલક નાઝથી લઈને શિવ ચક્રે અને ઝરીન ખાન સુધી બધાએ તેની ટીકા કરી છે. તેના પોશાક પર બધાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મુંબઈની શેરીઓમાં અર્ધ નગ્ન અવસ્થામાં ફરવું કોઈને પસંદ આવ્યું નથી, પરંતુ તે કોણ છે અને તે અચાનક કેવી રીતે ચર્ચામાં આવી ચાલો જાણીએ.

ખુશી મુખર્જી મુંબઈમાં ઘણી વખત જોવા મળી હતી. પહેલા તેના પોશાકે મર્યાદા ઓળંગી નહોતી, પરંતુ જ્યારે તે અશ્લીલ કપડાં પહેરીને મીડિયા સામે આવી ત્યારે બધા ગુસ્સે થઈ ગયા હતા, પરંતુ તેણે પોતાનો બચાવ કર્યો હતો અને પોતાની સરખામણી બોલીવુડ અભિનેત્રીઓ સાથે કરી હતી. તેણે કેટલાક નામ લીધા અને સ્પષ્ટ કર્યું કે તે તેમનાથી પ્રેરિત છે.

આ પણ વાંચો: વ્હાઈટ બિકીનીમાં એક્ટ્રેસે બોલ્ડ પોઝ આપીને વધાર્યો ઈન્ટરનેટનો પારો, યુઝર્સે કહ્યું…

ખુશી મુખર્જીએ ‘સ્પ્લિટ્સવિલા 10’ અને ‘લવ સ્કૂલ 3’ માં કામ કર્યું હતું અને આ ફિલ્મો દ્વારા તે પ્રખ્યાત થઈ હતી. આ ઉપરાંત, તેણે 2013માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘અંજલ થુરઈ’ માં પણ કામ કર્યું હતું. તેણીએ ‘ડોંગા પ્રેમા’ અને ‘હાર્ટ એટેક’ જેવી તેલુગુ ફિલ્મો પણ કરી છે. એટલું જ નહીં, તેણે બી-ગ્રેડ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ખુશી મુખર્જીએ ટીવી શોમાં પણ કામ કર્યું છે. તે ‘બાલવીર રિટર્ન્સ’માં જોવા મળી હતી, જેમાં તેણે જ્વાલા પરીની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તે પૌરાણિક શો ‘કહત હનુમાન જય શ્રી રામ’માં પણ જોવા મળી હતી. તેણે 2024 માં રિલીઝ થયેલી ‘ગાંડુ’ (2019), ‘નૂરી’ (2020), ‘સ્ટ્રેન્જર’ (2021) અને ‘જંગલ સે દંગલ’ જેવા એડલ્ટ વીડિયોમાં કામ કર્યું છે.

આ પણ વાંચો: સમુદ્ર કિનારે બિકીની લૂકમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરી ફેન્સની ધડકનો વધારી એક્ટ્રેસે…

અહીં એના જન્મની વાત કરીએ તો ખુશી મુખર્જીનો જન્મ ૨૪ નવેમ્બર, ૧૯૯૬ના રોજ કોલકાતામાં થયો હતો. તે પોતાને બંગાળી બ્રાહ્મણ પરિવારની ગણાવે છે. તેની ઉંમર ૨૮ વર્ષની છે અને તેની કુલ સંપત્તિ ૧૨ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એક ઇન્ટરવ્યૂમાં તેને દાવો કર્યો હતો કે તેણે બે મહિનામાં 10 કરોડ રૂપિયા કમાયા છે.

તેણે એક એપ બનાવી હતી જેના પર લોકો વાત કરવા માટે કનેક્ટ થતા હતા. તેણે એમ પણ કહ્યું કે તેમાં કોઈ અશ્લીલ સામગ્રી નહોતી. તેના મતે એક વિદેશી વ્યક્તિએ તે એપ પર ચાર-પાંચ વાર મુલાકાત લીધી હતી અને 1 કરોડ 13 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button