મને તો એને લાફો મારી દેવાનું મન છે… કોના પર ગુસ્સે ભરાયા છે Jaya Bachchan?
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં બચ્ચન પરિવાર સાથેના પોતાના વણસેલા સંબંધને કારણે ચર્ચામાં આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન ડિવોર્સ લઈ રહ્યા છે એવી વાતો પણ સામે આવી રહી છે.
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા જયા બચ્ચન (Jaya Bachchan)નું એક નિવેદન સામે આવી રહ્યું છે જેમાં જયા બચ્ચન પોતાની નબળાઈ વિશે વાત કરતાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં જયા બચ્ચને તો લાફો મારી દેવાની વાત પણ કરી છે. આવો જોઈએ આખરે જયાજી કોની વાત કરી રહ્યા છે-
આપણ વાંચો: બિગ બીને પિતાને કારણે જયા બચ્ચન સાથે લગ્ન કરવાની આવી હતી નોબત, જાણો કારણ?
જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધો તો જગજાહેર છે. જયા બચ્ચન અનેક ઈન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે ઐશ્વર્યા તેમની વહુ જ રહેશે, દીકરી નહીં બની શકે. કહેનારા તો એવું કહી રહ્યા છે તકે દીકરી શ્વેતાને કારણે જયા-ઐશ્વર્યા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. પરંતુ એવા પણ અનેક પ્રસંગ આવ્યા છે કે જ્યારે જયા બચ્ચન પોતાની વહુ ઐશ્વર્યા માટે ઢાલ બનીને સામે આવ્યા છે.
ઐશ્વર્યા રાય અને શાહરૂખ વચ્ચે થયેલાં એક વિવાદ વિશે જયા બચ્ચને વાત કરી હતી અને તેમણે કિંગ ખાનને લઈને એટલે સુધી કહી દીધું હતું કે તેઓ તેને જોરદાર લાફો મારવા માંગે છે. વાત જાણે એમ હતી કે આ એ સમયની વાત છે જ્યારે શાહરૂખ ખાન દ્વારા ઐશ્વર્યા રાય માટે કરવામાં આવેલી કમેન્ટ્સ પર જયા બચ્ચને નારાજગી વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: ‘મારી સાથે ક્યારેય રોમેન્ટિક નહોતા…’ અમિતાભ સાથેના સંબંધો પર આ શું બોલ્યા જયા બચ્ચન!
2008ની વાત છે એ સમયે એક ઈન્ટરવ્યૂમાં જયાજીને પૂછવામાં આવ્યું કે શું તેઓ હજી પણ શાહરૂખથી નારાજ છે? જેના જવાબમાં જયાજીએ કહ્યું હા, હજી હું શાહરૂખથી નરાજા છું. મને હજી સુધી આ વિશે વાત કરવાનો મોકો મળ્યો નથી અને હું એની સાથે આ વિશે વાત કરીશ. જો તે મારા ઘરે હોત તો હું એને લાફો મારી દેત જે રીતે હું મારી દીકરાને મારી દેત.
પરંતુ મારું એની સાથે અલગ કનેક્શન છે. એટલું જ નહીં આ ઈન્ટરવ્યુમાં જ જયાજીએ કહ્યું હતું કે શાહરૂખ એ મારી નબળાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનનો બચ્ચન પરિવાર સાથે અને એમાં પણ જયા બચ્ચન સાથે ખાસ સંબંધ છે. આટલા મજબૂત સંબંધો બાદ પણ 2007માં કિંગ ખાને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના લગ્નમાં હાજરી આપી નહોતી અને આ પાછળનું કારણ ફિલ્મ ચલતે ચલતેના સેટ પર થયેલો એક વિવાદ હતો. આ વિવાદ બાદ ઐશ્વર્યા અને શાહરૂખ વાત નહોતા કરતાં.