સેટ પર આવીને રીલ્સ બનાવતા સ્ટાર પર કોને આવે છે ગુસ્સો

મોટા ભાગના સ્ટાર્સ આજે તમને ઈન્સ્ટાગ્રામ Instagram કે ફેસબુક Facebook પર રીલ્સ Reels બનાવી વાહવાહી મેળવતા જોવા મળશે. આ એક બિઝનેસ બની ગયો છે ને સ્ટાર્સને જોનારા લાખો યુઝર્સ છે, આથી ફોલોઅર્સ પણ મળી રહે છે. કોઈ ડાન્સના મુવ્સ કરે છે, કોઈ જૉક સંભળાવે છે, કોઈ રસોઈ કરતા હોય છે તો કોઈ મેક અપ કરતા કરતા રીલ્સ બનાવતા હોય છે અને અપલૉડ કરતા હોય છે. જોકે ફિલ્મના સેટ પર આવીને રીલ્સ બનાવતા સ્ટાર્સ પર એક અભિનેતાએ ગુસ્સો ઠાલવ્યો છે. તેના કહેવા પ્રમાણે આ અનપ્રોફેશનાલિઝમ છે.
આ અભિનેતાનું નામ છે વિક્રાંત મેસ્સી Vikrant Messi, જેણે હમણા 12 ફેલ 12th Fail ફિલ્મ કરી સોમાંથી સો માર્કસ મેળવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં વિક્રાંતે કહ્યું હતું કે જે artists સેટ પર આવી રીલ્સ બનાવવામાં બિઝી હોય છે તેના પર મને ગુસ્સો આવે છે. આ પ્રોફશનાલિઝમ નથી. તમે અહીં જે કામ કરવા આવો છો તેના પર જ ધ્યાન આપવું જોઈએ. જોકે તેણે કહ્યું કે હું કોઈનું નામ નહી્ં લઉં પણ એ સ્ટાર સમજી જશે કે હું તેના વિશે કહી રહ્યો છું.
મેસ્સીએ આ સાથે પોતાના કૉ-સ્ટાર ફરહાન અખ્તર Farhan Akhtar ના પેટભરીને વખાણ પણ કર્યા. તેણે કહ્યું કે હું તેનાથી ખૂબ ઈન્સ્પાયર થયો છું. તેમની પાસે શું નથી. તે જાવેદ અખ્તરનો દીકરો છે. દિલ ધડકને દોના સેટ પર હું તેને મળ્યો હતો. આ ફિલ્મ તેની બહેન ઝોયા અખ્તરની હતી. તેમ છતાં તે સતત રિહર્સલ કરતો અને સ્ક્રીપ્ટ યાદ રાખી સતત ફોક્સ સાથે કામ કરતો હતો.
મેસ્સી ફિલ્મફેર filmfair એવોર્ડ મળ્યા બાદ ખૂબ જ ખુશ છે અને આ સાથે તે એક પુત્રનો પિતા પણ બન્યો છે.