Janhvi Kapoorને આ કોણે આપી સ્પેશિયલ બર્થડે ગિફ્ટ?
બોલીવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. 2018માં ધડક ફિલ્મથી ડેબ્યુ કરનારી જ્હાન્વી કપૂરે એક પછી એક હિટ ફિલ્મો આપી અને તે પોતાની એક્ટિંગથી લોકોના દિલ જિતી ચૂકી છે. હવે જ્હાન્વી ટૂંક સમયમાં જ સાઉથની ફિલ્મ દેવરામાં જોવા મળવાની છે અને એને કારણ જ તે ચર્ચામાં પણ છે. ફિલ્મમાં એક્ટ્રેસનો ફર્સ્ટ લૂક રિવીલ કરવામાં આવ્યો છે અને આ જોઈને ફેન્સની ઉત્સુક્તા ખૂબ જ વધી ગઈ છે.
વાત જાણે એમ છે કે જ્હાન્વી કપૂર આજે પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે અને આ ખાસ દિવસે તેની અપકમિંગ ફિલ્મ દેવરાના મેકર્સે તેનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે અને ફેન્સને તે ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસનો ટ્રેડિશનલ લિંક ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. સાડી સાથે એક્ટ્રેસે ગળામાં ચોકર અને કાનમાં સુંદર ઈયરરિંગ્સ પહેર્યા છે. માથા પર બિંદી સાથે એક્ટ્રેસનો લૂક ખૂબ જ કમાલનો લાગી રહ્યો છે.
ફેન્સ તેની આ પોસ્ટ પર ભરભરીની કમેન્ટ કરી રહ્યા છે. મેકર્સે જ્હાન્વી કપૂરનો ફર્સ્ટ લૂક શેર કરવાની સાથે સાથે જ બર્થડે પણ વિશ કર્યું છે. લૂકને શેર કરતાં મેકર્સે પોસ્ટમાં લખ્યું ઠે કે અમારી પ્યારી થંગમ જ્હાન્વી કપૂરને જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છા…
અત્રે ઉલ્લેખનીય છે કે જ્હાન્વી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા પાર્ટ 1 પાંચમી એપ્રિલ, 2024ના રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ ડેટ પાછળ શિફ્ટ કરવામાં આવી છે. હવે આ ફિલ્મ 10મી ઓક્ટોબર, 2024ના રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં જ્હાન્વી અને જુનિયર એનટીઆર સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલમાં જોવા મળશે. આ જ્હાન્વીની પહેલી તેલુગુ ફિલ્મ છે અને ફેન્સ આ ફિલ્મને લઈને એકદમ એક્સાઈટેડ છે.