મનોરંજનમહારાષ્ટ્ર

આ કોની સામે નતમસ્તક થયો એસઆરકે? વીડિયો થયો વાઈરલ…

બી-ટાઉનના રોમેન્સના કિંગ એસઆરકે હાલમાં જ વૈષ્ણોદેવીના દર્શને પહોંચ્યો હતો અને હવે તે દીકરી સુહાના ખાન સાથે મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબાના ચરણે નતમસ્તક થયો હતો. મળી રહેલી માહિતી પ્રમાણે શારરૂખ ખાન ગુરુવારે તેઓ શિરડીના સાંઈબાબા મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો અને આ સમયે દીકરી સુહાના ખાન પણ તેની સાથે જોવા મળી હતી. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં વીડિયોમાં એસઆરકેએ ટોપી પહેરીને ચહેરો ઢાંકેલો જોવા મળી રહ્યો છે. તેણે જીન્સ અને સફેદ ટી-શર્ટ પહેર્યું હતું. આ સાથે તેણે જેકેટ પણ કેરી કરીને લૂક કમ્પ્લિટ કર્યું હતું. જ્યારે સુહાના સલવાર સૂટમાં જોવા મળી રહી છે. કિંગ ખાનને શિરડીમાં જોઈને સાંઈભક્તો અને કિંગ ખાનના ફેન્સ એકદમ ઉત્સાહમાં આવી ગયા હોવાનું પણ વીડિયોમાં જોવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીને કારણે તે લાંબા સમયથી લાઈમલાઈટમાં છે અને આ ફિલ્મ 21મી ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે, જેમાં તેની સાથે તાપસી પન્નુ જોવા મળશે. આ સિવાય વિકી કૌશલ અને બોમન ઈરાની પણ આ ફિલ્મનો એક મહત્ત્વનો ભાગ છે.

થોડાક સમય પહેલાં જ ડંકીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને દર્શકોએ આ ટ્રેલરને ખૂબ જ પસંદ કર્યું હતું. ટ્રેલર સિવાય ફિલ્મના ત્રણ સોન્ગ પણ રિલીઝ કરવામાં આવ્યા હતા. કિંગ ખાનના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે 2023માં શાહરૂખની આ ત્રીજી ફિલ્મ છે અને આ પહેલાં તે જવાન અને પઠાણ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button