મનોરંજન

સસરાના જન્મદિવસે ઐશ્વર્યાએ કોને કર્યો હતો વીડિયો કોલ? પતિ અભિષેકે કર્યો ખુલાસો…

11મી ઓક્ટોબરના દિવસે બિગ બીએ 81મો જન્મદિવસ ઉજવ્યો. અમિતાભ બચ્ચનના જન્મદિવસે પરિવાર અને ફેન્સે તેમને ખોબલે ખોબલે શુભેચ્છાઓ પણ આપી. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાઈરલ થઈ રહી છે જેમાં બચ્ચન પરિવારની વહુરાણી એટલે ઐશ્ચર્યા રાય બચ્ચન સસરા અમિતાભની પાછળ ઊભી રહીને કોઈને વીડિયો કોલ કરતી જોવા મળી રહી છે.

હવે અભિષેક બચ્ચને આ બાબતનો ખુલાસો કર્યો છે. દરમિયાન પિતાની બર્થડે સેલિબ્રેશનમાં એકનો એક દીકરો અભિષેક કોઈ પણ ફોટો કે વીડિયોમાં જોવા મળ્યો નહોતો. આવું એટલા માટે થયું કારણ કે અભિષેક બચ્ચન હાલમાં શૂટમાં વ્યસ્ત છે. મળી રહેલી માહિતી પ્રમાણે જુનિયર બચ્ચન સૂજિત સરકારની ફિલ્મ માટે યુએસમાં શૂટ કરી રહ્યો છે. પરંતુ આવું હોવા છતાં પણ અભિ પિતાના જન્મદિવસની ઊજવણીમાં સહભાગી થયો હતો.

તમને થશે કે પહેલાં કહ્યું કે તે યુએસએમાં શૂટ કરી રહ્યો છે તો તે ઈન્ડિયામાં કઈ રીતે પિતાના જન્મદિવસની ઊજવણીમાં ભાગ લઈ શક્યો? બરાબર ને? ચાલો તમારા આ સવાલનો જવાબ આપી જ દઈએ. તમે બિગ બી બર્થડે સેલિબ્રેશનનો વીડિયો તો જોયો જ હશે અને આ વીડિયોમાં તે બહાર આવીને ફેન્સનો આભાર માનતા દેખાઈ રહ્યા છે. આ જ વીડિયોમાં પાછળ બેકગ્રાઉન્ડમાં ઐશ્વર્યા કંઈક કરતી દેખાય છે અને ધ્યાનથી જોતા તે કોઈની સાથે વીડિયો કોલ પર હોય એવું દેખાય છે.

તો ભાઈ, વાત જાણે એમ છે એશબેબી અભિને પિતાના જન્મદિવસની સેલિબ્રેશનની એક ઝલક દેખાડી રહી હતી. આ વાતનો ખુલાસો ખુદ અભિષેકે ટ્વીટર પર ટ્વીટ કરીને કર્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચન બેક ટુ બેક ત્રણ ફિલ્મોમાં કામ કરતો જોવા મળશે, જેમાં ગુલાબ જામુન, ધૂમ થ્રી અને ડાન્સિંગ ડેડનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button